આણંદ જિલ્લાના સારસામાં સ્થાનિક લોકો અને વેપારીઓએ 24 સપ્ટેમ્બરથી સ્વયંભૂ લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો હતો. આ અંગેના સમાચાર ABP ASMITA દ્વારા અપાયા હતા. આ સમાચારની પ્લેટ સાથે ચેડાં કરીને સમગ્ર ગુજરાતમાં લોકડાઉન લાદવામાં આવશે એ પ્રકારના તદ્દન ખોટા સમાચાર આપીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. આ સમાચાર ABP ASMITA એ આપ્યા નથી અને તેનાથી ગેરમાર્ગે નહીં દોરાવા ABP ASMITA ચેનલ લોકોને અપીલ કરે છે.
ગુજરાત સરકારે પહેલાં જ સ્પષ્ટતા કરી છે કે, ગુજરાતમાં હવે પછી ક્યાંય લોકડાઉન લાદવાનો સવાલ જ નથી. લોકો પોતપોતાના વિસ્તારોમાં સ્વયંભૂ રીતે લોકડાઉનનો નિર્ણય લે એ અલગ વાત છે પણ સરકાર આવો નિર્ણય નતી લેવાની. આ સ્પષ્ટતા છતાં કેટલાંક લોકોએ ગુજરાતમાં લોકડાઉન લાદવાનો નિર્ણય લેવાશે એ પ્રકારના મેસેજ વાયરલ કરીને લોકોમાં ગભરાટ ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે.