અમદાવાદ:  રાજ્યમાં ફરી એક વખત બે સિસ્ટમ સક્રિય થવાના કારણે  હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરાઈ છે. આગામી 5 દિવસ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.  આગામી પાંચ દિવસ રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે.

  21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલ્લો એલર્ટ રહેશે.  અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે.


નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની કરાઈ આગાહી


ગુજરાતમાં  21-22 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


વરસાદને લઈ પરેશ ગોસ્વામીની આગાહી


હવામાન નિષ્ણાંત  પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ 18 ઓગષ્ટ આસપાસ અરબી સમુદ્રમાં કરંટ  જોવા મળશે. 21 ઓગષ્ટ સુધી અમુક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.  ઓગષ્ટના છેલ્લા અઠવાડિયામાં અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થશે અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે તેનાથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થવાનું અનુમાન છે.  ઓગષ્ટના અંતમાં અમુક જગ્યાએ અતિવૃષ્ટિનો માહોલ સર્જાવાની શક્યતા છે.  


વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી


હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર આ મહિનાના અંત અને 7 સપ્ટેમ્બર સુધીમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.  24 ઓગસ્ટ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે.  20થી 25 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. 


સૌથી વધારે વરસાદ કચ્છમાં વરસ્યો છે


ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 68.19 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 86.68 ટકા, તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 78.09 ટકા વરસાદ  વરસી ચૂક્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 82.24 ટકા વરસાદ વરસ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં 50.98 ટકા અને મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 48.97 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.  


વડોદરામાં રિંગરોડ નિર્માણ માટે CM ભૂપેન્દ્ર પટેલે ૩૧૬.૭૮ કરોડ રૂપિયાની ફાળવણી કરી