Rain Forecast:દેશના કેટલાક રાજ્યોમાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે.  મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, કર્ણાટક, છત્તીસગઢમાં  ભારે વરસાદ વરસી શકે છે. તો આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી છે.


હૈદરાબાદમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત છે.  મુશળધાર વરસાદથી શહેરના કેટલાક વિસ્તારો જળબંબાકાર થયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા રાહદારીઓને હાલાકી પડી રહી છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ભારે વરસાદથી જળભરાવની સમસ્યા સર્જાઇ છે. વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા છે.  કેટલાક વિસ્તારોમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.


હવામાન વિભાગે 24 થી 26 સપ્ટેમ્બર દરમિયાન દેશભરમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. IMD અનુસાર, રાજસ્થાન અને કચ્છમાંથી ચોમસાની વાપસી શરૂ થઇ ગઇ છે.


કેરળ, કોસ્ટલ કર્ણાટક અને પુડુચેરીમાં 24 સપ્ટેમ્બરે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે 25 સપ્ટેમ્બર સુધી યાનમ, તેલંગાણા અને તટીય આંધ્રપ્રદેશમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. ઉત્તરીય આંતરિક કર્ણાટક અને રાયલસીમામાં આગામી 24 કલાક સુધી વરસાદની શક્યતા છે.


IMD એ પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા અને આંદામાન અને નિકોબાર ટાપુઓ સહિત પૂર્વ અને ઉત્તરપૂર્વીય વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. બિહાર અને ઝારખંડમાં આગામી ચાર દિવસમાં આવું જ હવામાન જોવા મળી શકે છે. ત્રિપુરા, નાગાલેન્ડ, મિઝોરમ, આસામ, મણિપુર અને મેઘાલયમાં 28 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની શક્યતા છે. અરુણાચલ પ્રદેશ અને ઓડિશામાં 26 સપ્ટેમ્બર સુધી વરસાદ પડી શકે છે.


ગુજરાતના આ જિલ્લામાં પડશે વરસાદ


અઠવાડિયા દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાત પ્રદેશ સિવાય ભારતના પશ્ચિમ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આગામી ચાર દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ગોવા અને કોંકણમાં 26 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ થઈ શકે છે.


મધ્ય મહારાષ્ટ્રમાં 24 થી 27 સપ્ટેમ્બર અને મરાઠવાડામાં 24 થી 25 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. તે જ સમયે, IMD અનુસાર, રાજસ્થાનના ઉત્તર-પશ્ચિમ વિસ્તારોમાં શુષ્ક હવામાનની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતમાં સરેરાશ વરસાદ પડી શકે છે.


આ પણ વાંચો


Gujarat Rain Forecast: બંગાળની ખાડીમાં ફરી સિસ્ટમ સક્રિય, આ તારીખથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી