Gujrat Rain Forecast:હાલ ગુજરાતમાં બહુ લાંબા સમયથી ચોમાસા માટે કોઇ સિસ્ટમ એક્ટિવ ન હોવાથી વરસાદે વિરામ લીધો છે. જો કે હવામાન વિભાગે આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટછવાયા હળવા ઝાપટાની આગાહી કરી છે.


હવામાન વિભાગના અનુમાન મુજબ રાજ્યમાં હજું પણ આગામી  5 દિવસ ભારે વરસાદની આગાહી નથી. માત્ર આગામી 2 દિવસ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદનો અનુમાન છે. 2 દિવસ બાદ ફરી સૂકું વાતાવરણ રહેશે.અલનીનોની અસરના કારણે વરસાદ નહિવત જોવા મળી રહ્યો છે. જોકે 24 કલાકમાં રાજ્યમાં છુંટોછવાયો હળવો વરસાદ થઇ શકે છે.

સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ  સુરત,  નવસારી વલસાડ ડાંગ તાપી હળવા વરસાદની આગાહી છે.ઉત્તર ગુજરાતમાં સૂકું વાતાવરણ રહેશે. હાલ વરસાદને લઈને સિસ્ટમ એક્ટિવ ન હોવાથી ભારે વરસાદના આસાર નથી. રાજ્યમાં હાલનો  24 ટકાથી વધુ વરસાદ સાથે સિઝનનો 94 ટકા વરસાદ પડ્યો છે.


તો બીજી તરફ હિમાચલ પ્રદેશ, યૂપી, ઉત્તરાખંડમાં ભારે વરસાદ આફતરૂપ બન્યો છે. હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાંથી એક હૃદયદ્રાવક તસવીર સામે આવી છે. અની બસ સ્ટેન્ડ પાસેની સાત જેટલી ઈમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. વિનાશનું આ દ્રશ્ય જેણે પણ જોયું તે ગભરાઈ જ ગયા. જો કે રાહતની વાત એ હતી કે આ ઈમારતો અસુરક્ષિત હોવાના કારણે પહેલાથી જ ખાલી કરાવવામાં આવી હતી. આ કારણોસર, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આ તસવીરે બધાને ડરાવ્યા છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.


તબાહી અટકવાનું નામ નથી લઈ રહી


મળતી માહિતી મુજબ આ ઈમારતોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને કોઓપરેટિવ બેંક કામ કરતી હતી, પરંતુ ભૂતકાળમાં વરસાદને કારણે આ ઈમારત અસુરક્ષિત બની ગઈ હતી. આ કારણોસર તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા. કુલ્લુ જિલ્લામાં જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદ થયો હતો. આ વરસાદે અહીં તબાહી મચાવી છે અને અત્યારે પણ આ તબાહી અટકવાનું નામ નથી લઈ રહી.


આ પણ વાંચો


Chandrayaan-3 Landing Live: લેન્ડર વિક્રમમાંથી બહાર આવીને રોવર પ્રજ્ઞાને કર્યું 'મૂન વૉક', ISROએ કહ્યુ- 'મેડ ઇન ઇન્ડિયા, મેડ ફોર મૂન'


Chandrayan-3: ચંદ્રયાન-3ના સફળ લેન્ડિંગમાં ગાંધીનગરની આ યુવતીનું પણ મહત્વનું યોગદાન, જાણો કોણ છે કેયુરી પટેલ


રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું સભ્યપદ રદ, પ્રમુખ અને કુસ્તીબાજો વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે


હિમાચલમાં ફરી પહાડ તૂટ્યો, પત્તાના મહેલની જે અનેક મકાનો ધરાશાયી, સામે આવ્યો અકસ્માતનો Video