Gujarat ATS: પાકિસ્તાનથી ડ્રગ્સ મંગાવાના કેસમાં ગેંગસ્ટર લોરેન્સને નલિયાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે લોરેન્સને ચાર દિવસના રિમાન્ડ પર મોકલ્યો હતો. મળતી જાણકારી અનુસાર, કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ચાર દિવસના રિમાંડ કોર્ટે મંજૂર કર્યા હતા. 200 કરોડના ડ્રગ્સ કેસમાં ગુજરાત એટીએસ દ્ધારા લોરેન્સ બિશ્નોઇને તિહાડ જેલથી ગુજરાત લાવવામા આવ્યો હતો. લોરેન્સને કડક પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. 




પાકિસ્તાનથી ડ્રગ્સ મંગાવાના કેસમાં નલિયા કોર્ટે લોરેન્સના ચાર દિવસના રિમાંડ મંજૂર કર્યા હતા. 2022 ના એટીએસ અને કોસ્ટગાર્ડે જખૌ દરિયામાં ઓપરેશન કરીને પાકિસ્તાન તરફથી આવતી અલત્યાસા બોટમાંથી 200 કરોડની કિંમતનું 40 કિલો હેરોઇનને ઝડપી લીધું હતું જે કેસમાં લોરેન્સ બિશ્નોઈને નલિયા કોર્ટમાં રજૂ કરાયો હતો.




તાજેતરમાં જ ગુજરાત એટીએસની ટીમે જખૌના દરિયામાંથી પાકિસ્તાની બોટમાંથી અંદાજે 200 કરોડનો ડ્રગ્સનો જથ્થો કબજે કરી અને મોહમદ શફી, ઇમરાન, મોહસીન, જહુર, સોહેલ તથા કામરાનને ઝડપી લીધા હતા. આ ડ્રગ્સનો ઓર્ડર લોરેન્સ બિશ્નોઇએ આપ્યો હોવાનું પણ સામે આવ્યું હતું. લોરેન્સ બિશ્નોઈ લાંબા સમયથી ભટિંડા સેન્ટ્રલ જેલમાં બંધ હતો. અહીંથી તેને ગુજરાત એટીએસ દ્ધારા ગુજરાતની સાબરમતી જેલમાં લાવવામાં આવ્યો હતો.                                


ગુજરાત ATS એ જખૌના દરિયામાંથી પાકિસ્તાની બોટ ઝડપીને તેમાંથી અંદાજે 200 કરોડનો ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો. બોટમાંથી ATSને મોહમદ શફી, ઇમરાન, મોહસીન, જહુર, સોહેલ તથા કામરાનને ઝડપી લીધા હતા. તેની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ડ્રગ્સનો આ જથ્થો પાકિસ્તાની ડ્રગ્સ માફિયા અબ્દુલ્લાએ બલુચિસ્તાનના દરિયા કિનારેથી બોટમાં ભરાવ્યો હતો. આ ડ્રગ્સનો જથ્થો જખૌના દરિયામાં જુમ્મા કોલ સાઇન વાળી બોટમાં આપવાનો હતો. આ પ્રકરણની તપાસમાં ડ્રગ્સની ડિલિવરી લેવા માટે આવનારા સરતાજ અને મહંમદશફીને ઝડપી લેવાયા હતા. આ ઉપરાંત મેરાજ અને ચીફ ઓબોન્ના પણ ઝડપાયા હતા. આ તમામની તપાસમાં લોરેન્સ બિશ્નોઇની ડ્રગ્સકાંડમાં સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. જેને પગલે એટીએસ દ્વારા લોરેન્સ બિશ્નોઇની કસ્ટડી મેળવવામાં આવી હતી.