Gujarat Rain Forecast:  હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 22 જુલાઇ સુધી ગુજરાતમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે.


રાજ્યમાં એક્ટિવ વરસાદી સિસ્ટમના કારણે છેલ્લા 2 દિવસથી મેઘરાજા ગુજરાતને ઘમરોળી રહ્યાં છે. હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં આજે પણ વરસાદ રહેશે. તો આગામી 2 દિવસ પણ હજુ ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે.


હવામાન વિભાગની આગાહી મુજબ 22 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે.  ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે  વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદનું અનુમાન છે.            


રાજ્યમાં હજુ 24 કલાક મુશળધાર વરસાદનું એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે. 6 જિલ્લામાં ભારે વરસાદને લઈ રેડ એલર્ટ છે તો 11 જિલ્લામાં વરસાદનું ઓરેંજ એલર્ટ અપાયું છે.સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે પણ મેઘમહેર યથાવત છે. જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 12 ઈંચ વરસાદ વરસ્યો તો જામનગર, પોરબંદર, દ્વારકા, સોમનાથમાં ભારે વરસાદના કારણે અનેક વિસ્તાર પાણી પાણી થઇ ગયા છે. ભારે વરસાદથી ભરુચના જંબુસરમાં જળબંબાકારની સ્થિતિ છે. ગજેરા ગામના રસ્તા પર  વરસાદી પાણી ભરાયા છે. માળી ફળીયા વિસ્તાર પાસે મુખ્ય રસ્તા પર પણ   પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું છે. બોટાદ જિલ્લામાં ભારે વરસાદના કારણે અંડર પાસમાં  પાણી  ભરાયા છે. અંડર પાસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે.           


ગુજરાતમાં સાર્વત્રિક વરસાદથી રાજ્યના 134 રોડ- રસ્તા વાહન-વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યાં છે તો  9 સ્ટેટ હાઈવે અને 111 પંચાયત હસ્તકના રોડ બંધ કરવાની ફરજ પડી છે.


આ પણ વાંચો


ISKCON Bridge Accident: કોણ હતો એ નબીરો જેણે નવ લોકોને કચડ્યા ? તેનો બાપ જમીન કૌભાંડનો પણ આરોપી


છેલ્લા 24 કલાકમાં 201 તાલુકામાં વરસાદ, સૌરાષ્ટ્રમાં તારાજી; માંગરોળમાં સૌથી વધુ 14 ઇંચ


Manipur Violence: મણિપુરમાં સામે આવી માનવતાને શર્મસાર કરતી ઘટના, બે મહિલાઓને ટોળાએ નગ્ન કરી બનાવ્યો વીડિયો, રાહુલ ગાંધીના આકરા પ્રહારો


India vs West Indies 2nd test: આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ, જાણો કેવી હશે ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન? રોહિત શર્માએ કર્યો ખુલાસો


શેરબજારમાં સતત પાંચ દિવસની તેજીને લાગી બ્રેક, સેન્સેક્સ-નિફ્ટીમાં સુસ્ત શરૂઆત, આઈટી સ્ટોકમાં કડાકો


Join Our Official Telegram Channel: 


https://t.me/abpasmitaofficial