રાજ્યમાં આગામી ત્રણ કલાકમાં 13 જિલ્લામાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગના મતે 13 જિલ્લામાં સામાન્ય વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના મતે દાહોદ, મહીસાગર, પંચમહાલ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદમાં વરસાદ વરસી શકે છે. સંઘ પ્રદેશ દીવમાં પણ વરસાદ વરસી શકે છે.
આગામી ચાર દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. હવામાનના મતે મધ્ય ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રીય થઇ છે. જેના કારણે આજે મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા બોટાદમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. તો આવતીકાલે આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યકત કરાઇ છે. જ્યારે 27 જૂને પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, અમરેલી તેમજ ભાવનગરમાં ભારે વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે.
હવામાન વિભાગની (Meteorological Department) આગાહી ( forecast)મુજબ રાજ્યમાં વરસાદની સિસ્ટમ સક્રિય થતાં આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે વરસાદનું અનુમાન છે. ભારે પવન અને ગાજવીજ સાથે પંચમહાલ, મહીસાગરમાં ભારે વરસાદ પડી શકે છે. ડાંગ, આણંદ, ખેડામાં સહિત સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગરમાં પણ ભારે વરસાદનો અનુમાન છે. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે, અમદાવાદમાં પણ સારા વરસાદની આગાહી છે.હાલ પણ રાજ્યભરને ચોમાસાએ આવરી લીધું છે. છેલ્લા 24 કલાકમાં મોટાભાગના જિલ્લામાં ચોમાસાએ એન્ટી કરી દીધી છે.છેલ્લા 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
છેલ્લા 24 કલાકમાં ખેડાના માતરમાં સવા ચાર ઈંચ, પંચમહાલના કાલોલમાં પોણા ચાર ઈંચ, સુરેન્દ્રનગરના ચુડામાં પોણા ચાર ઈંચ, ખેડાના મહેમદાવાદમાં સાડા ત્રણ ઈંચ, અમદાવાદના ધંધુકામાં પોણા ત્રણ ઈંચ, જામનગરના લાલપુરમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો.