Gujarat weather update: ફરી આકરા તાપ વચ્ચે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસને લઇ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હજી પણ ખેડૂતોના માથે માવઠાંનું સંકટ યથાવત રહેશે. આગામી 24 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, ડાંગ, દાદરા નગર હવેલી,તપી, વલસાડ, સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં ફેરફાર જોવા મળશે. 24 કલાક બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન  ઘટશે. 


મહિના બાદ ફરી વધ્યા કોરોનાના કેસ


બીજી-ત્રીજી લહેર બાદ દેશભરમાં કોરોનાના કેસ ઝડપી વધી રહ્યા છે.  ઘણા મહિનાઓ બાદ ફરી એકવાર દેશમાં કોવિડના 10 હજારથી વધુ કેસ નોંધાયા છે. જે બાદ દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 63,562 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર, દેશમાં કોવિડના કેસ ઝડપથી વધી રહ્યા છે, પરંતુ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આ કેસોમાં વધારો થવાનો દર ખૂબ જ ઝડપી છે. દિલ્હીમાં એક જ દિવસમાં 738 થી વધુ કેસ નોંધાયા છે. જેના કારણે દિલ્હીમાં એક્ટીવ કેસની કુલ સંખ્યા વધીને 5714 થઈ ગઈ છે.


કયા રાજ્યોમાં કોવિડના કેસ વધી રહ્યા છે?


દિલ્હી બાદ દેશભરમાં કોવિડના કુલ કેસ વધીને 315 થઈ ગયા છે. તેથી ત્યાં એક્ટિવ કેસની કુલ સંખ્યા વધીને 4008 થઈ ગઈ છે. કોવિડ આટલી ચિંતાજનક રીતે વધી રહ્યો છે ત્યારે સરકાર અને આરોગ્ય વિભાગ દોડતુ થઇ ગયું છે. કોવિડ 19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આરોગ્ય નિષ્ણાતોએ લોકોને મોટી માત્રામાં કોવિડ રસીકરણ કરાવવાની અપીલ કરી છે.


બીજી તરફ, કેન્દ્ર સરકારના નિષ્ણાતો કહે છે કે તેઓ કોવિડના કેસ પર નજર રાખી રહ્યા છે, તેઓ કહે છે કે કોઈપણ રાજ્યમાં પરિસ્થિતિ અનિયંત્રિત થવાની સંભાવના પર તેઓ રાજ્ય સરકાર સાથે મળીને કામ કરશે. SOP અને કોવિડ કેસ તેને વધતા અટકાવશે.


મહારાષ્ટ્રમાં મંગળવારે કોવિડ-19ના કુલ 949 નવા કેસ નોંધાયા હતા જ્યારે કોરોનાના કારણે વધુ છ લોકોના મોત થયા હતા. વિભાગે એક બુલેટિનમાં જણાવ્યું હતું કે નવા કેસો બાદ રાજ્યમાં દર્દીઓની કુલ સંખ્યા વધીને 81,57,293 થઈ ગઈ છે, જ્યારે મૃતકોની કુલ સંખ્યા વધીને 1,48,485 થઈ ગઈ છે.