Gujarat weather: રાજ્યના હવામાન વિભાગે (IMD) વિવિધ વિસ્તારોમાં  13 ઓક્ટોબર સુધી છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરી છે.  જ્યારે આગામી 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. શક્તિ વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાયા બાદ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદી માહોલ જામ્યો છે. દરિયાકાંઠે DC-1 સિગ્નલ લાગુ કરવામાં આવ્યું છે.  હવામાન વિભાગે જણાવ્યું છે કે ચોમાસું રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી 3-4 દિવસમાં વિદાય લઈ શકે છે, જોકે અમદાવાદમાં આજે પણ હળવા વરસાદની શક્યતા છે.

Continues below advertisement

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસે જણાવ્યું હતું કે હાલમાં 'શક્તિ વાવાઝોડું' ડિપ્રેશનમાં રૂપાંતરિત થયું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે રાજ્યમાં વરસાદની ગતિવિધિ ચાલુ રહી શકે છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

Continues below advertisement

આ આગાહી મુજબ,  8 ઓક્ટોબર દરમિયાન ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી, તાપી, ડાંગ અને સુરત જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. ઓક્ટોબર મહિનામાં આ અણધાર્યા વરસાદથી ખેડૂતોમાં ઊભા પાકને નુકસાન થવાનો ભય ઊભો થયો છે. વરસાદી ગતિવિધિને ધ્યાનમાં રાખીને હાલ દરિયાકાંઠે DC-1 સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ડૉ. દાસના જણાવ્યા મુજબ, આગામી 3-4 દિવસમાં ચોમાસું રાજ્યના અન્ય ભાગોમાંથી સત્તાવાર રીતે વિદાય લે તેવી સંભાવના છે, જોકે ત્યાં સુધી વરસાદી ઝાપટાં ચાલુ રહી શકે છે. દરમિયાન, અમદાવાદમાં પણ આજે હળવા વરસાદ ની આગાહી કરવામાં આવી છે.  

દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાય

આગામી 3 દિવસમાં ગુજરાતના કેટલાક ભાગો અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની વિદાય થશે છે. ચોમાસાની વિદાય વચ્ચે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. રાજ્યમાં હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જોકે ક્યાંય પણ ભારે વરસાદનું કોઈ એલર્ટ  નથી. 

રાજ્યમાં સરેરાશ વરસાદ 

રાજ્યમાં સિઝનનો કુલ 117.88 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છમાં 148.14 ટકા, ઉત્તર ગુજરાતમાં 121.48 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 116.92 ટકા, સૌરાષ્ટ્રમાં 108.40 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 122.92 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં  અમુક સ્થળે છૂટાછવાયા વરસાદની આગાહી છે. કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જોકે, આગામી ત્રણ દિવસ ક્યાંય પણ ભારે વરસાદનું કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી.