Ayushman card: પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના(PMJ) અંતર્ગત નિ:શુલ્ક સારવાર માટે નાગરિકોને આયુષ્માન કાર્ડ હેઠળ અત્યાર સુધી આરોગ્ય વીમાની રકમનો હાલ પાંચ લાખ રૂપિયાનો લાભ મળે છે તે ૧૨ જુલાઇથી ૧૦ લાખ રૂપિયા સુધીનો મળશે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, આ માટેનો ઠરાવ તૈયાર છે અને વીમાની રકમ અંગે કંપની અને સરકાર વચ્ચે ટેકનિકલ બાબતનો મુદ્દો હતો તે ઉકેલાઇ ગયો છે. તેથી ૧૨ જુલાઇથી ગુજરાતના નાગરિકોને ૧૦ લાખ રૂપિયા સુધીની સારવાર આયુષ્માન કાર્ડ હેઠળ નિયત હોસ્પિટલોમાં નિ:શુલ્ક ઉપલબ્ધ થશે.


વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજ્ય સરકારે કાર્ડમાં વીમાની રકમ 10 લાખ રૂપિયા કરાશે તેવી જાહેરાત કરી દીધી હતી. જે વિધાનસભા સત્રમાં પણ ફરીથી જણાવવામાં આવ્યુ હતુ. જેનો અમલ 12મી જુલાઇથી કરવામાં આવશે.


ઉલ્લેખનીય છે કે, આયુષ્માન યોજના દર્દીઓ માટે મદદરૂપ સાબિત થઇ છે. 2018થી 2022 સુધી કુલ 1.67 કરોડ લોકોએ કાર્ડ કઢાવીના આરોગ્ય વીમા કવચનો લાભ લીધો છે. રાજ્યમાં 1.8 કરોડથી વધુ આયુષ્માન કાર્ડ જારી કરાયેલા છે. 1975 સરકારી અને 853 ખાનગી મળી 2827 હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ સર્જરી સુધીની સારવાર નિ:શુલ્ક ઉપલબ્ધ છે.


આયુષ્માન કાર્ડ કેવી રીતે કઢાવવું ?


STEP 1 : Mera PMJAY પોર્ટલની મુલાકાત લો https://mera.pmjay.gov.in/search/login


STEP 2 : તમારો મોબાઈલ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો અને 'OTP જનરેટ કરો' પર ક્લિક કરો


STEP 3 : પછી તમારું રાજ્ય પસંદ કરો અને નામ/HHD નંબર/રેશન કાર્ડ નંબર/મોબાઈલ નંબર દ્વારા શોધો


STEP 4 : શોધ પરિણામોના આધારે, તમે ચકાસી શકો છો કે તમારું કુટુંબ PMJAY હેઠળ આવરી લેવામાં આવ્યું છે કે કેમ


STEP 5 : ત્યાર બાદ તમને 24 અંક નો HHID નંબર જોવા મળશે. જે તમારે સાચવી ને રાખવો. આયુષ્માન કાર્ડ કઢાવતી વખતે જરૂર પડશે.


વૈકલ્પિક રીતે, તમે PMJAY માટે લાયક છો કે નહીં તે જાણવા માટે, તમે કોઈપણ હોસ્પિટલ નો સંપર્ક કરી શકો છો જે પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ચાલતી હોય અથવા આયુષ્માન ભારત યોજના કોલ સેન્ટર નંબર: 14555 અથવા 1800-111-565 પર ડાયલ કરી શકો છો.


જે HHID તમને મળ્યો એ લઈ ને તમે નજીક ની હોસ્પિટલ માં જઈ ને આયુષમાન કાર્ડ બનાવી શકો છે અથવા નજીક નું CSC સેન્ટર પર જઈ ને પણ આયુષ્માન ભારત કાર્ડ બનાવી શકો છો.


આ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે લઈ જવાના રહેશે.


લાભાર્થી નું આધાર કાર્ડ


રાશન કાર્ડ


મોબાઈલ નંબર


પાસપોર્ટ સાઇઝ ફોટો


HHID નંબર (સરકાર દ્વારા ઘરે ટપાલ આવી હોય એમાં હશે તમે ઉપર મુજબ ઓનલાઇન ચેક કરી શકો છો)





Join Us on Telegram: https://t.me/abpasmitaofficial