2022 Morbi bridge collapse: મોરબી ઝુલતા પુલ તૂટવાની દૂર્ઘટના કેસમાં સરકારે નિમેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનો પ્રિલીમીનરી રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં સામે આવ્યું છે કે ઓરેવા કંપની અને મોરબી નગરપાલિકા વચ્ચેના કરારને જનરલ બોર્ડની પૂર્વ મંજૂરી જરૂરી હતી. પરંતુ જનરલ બોર્ડની પૂર્વ સંમતિ પણ લેવામાં આવી ન હતી, અને કરાર બાદ મળેલા જનરલ બોર્ડમાં પણ સંમતિ માટે મુદ્દો ન હોતો મુકાયો.

Continues below advertisement

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ અને ઉપ-પ્રમુખે કરારના મુદ્દાને યોગ્ય રીતે લીધો નહિ અને સક્ષમ ટેકનીકલ એક્સપર્ટ અને કન્સલ્ટ કર્યા વિના રીપેરીંગ કામ કરવામાં આવ્યું હતું. રિપેર વર્ક શરૂ કરતા પહેલા મેઇન કેબલ અને વર્ટિકલ સસ્પેન્ડરનું ટેસ્ટીંગ ન હોતું કરાયું. સાથે જ સામે આવ્યું છે કે 49માંથી 22 કેબલ પહેલેથી જ કટાયેલા હતા. જે એ દર્શાવે છે કે આ વાયરો પુલ તૂટ્યો તે પહેલાંના જ તૂટી ગયેલા હતા અને બાકીના 27 વાયરો દુર્ઘટનામાં તૂટ્યા. સાથે જ નવા સસ્પેન્ડરની સાથે જુના સસ્પેન્ડર વેલ્ડીંગ કરી દેવાયા હતા અને આમ ઓરેવા કંપનીએ અસક્ષમ એજન્સીને કામ આઉટસોર્સ કરી દીધું હતું.

એસેઆઈટીના રિપોર્ટ અનુસાર ઓરેવા કંપની ચીફ ઓફિસર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ જ કરારમાં સહી કરનારા હતા. મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ અને ઉપ-પ્રમુખે કરારના મુદ્દાને યોગ્ય રીતે લીધો નહિ. રિપેર વર્ક શરૂ કરતા પહેલા મેઇન કેબલ અને વર્ટિકલ સસ્પેન્ડરનું testing કરવામાં આવ્યું ન હતું.

Continues below advertisement

નોંધનીય છે કે, 30 ઓક્ટોબર 2022ના રોજ ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો ઝુલતો પુલ તૂટી પડ્યો, જેના કારણે 130થી વધુ લોકોનાં મોત થયા હતા. 19મી સદીમાં બંધાયેલો આ પુલ ચાર દિવસ અગાઉ સમારકામ માટે લાંબા સમય સુધી બંધ રહ્યા બાદ નવા વર્ષના દિવસે ફરીથી ખોલવામાં આવ્યો હતો.

મોરબી બ્રિજ તૂટવાને લઈ આરોપી જયસુખ પટેલે કોર્ટમાં થોડા દિવસ પહેલા નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું, મોરબી બ્રિજ તૂટવાની ઘટનાનો અફસોસ છે. મોરબી બ્રિજની મરામતનું કામ કરવા માટે મને વગદાર લોકોએ કામ સોંપ્યું હતું. કોમર્શિયલ એક્ટિવિટી નો કોઈ ઈરાદો નહોતો, હેરિટેજ બચાવવા માટે કામ હાથમાં લીધું હતું.

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસના મુખ્ય આરોપી અને ઓરેવા ગ્રુપના જયસુખ પટેલના સાત દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરાયો હતો. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બાદ જેલ હવાલે કરાયો હતો.