Kheda News: મહેમદાવાદની પરિણીતાએ વિધર્મી યુવાનના ત્રાસથી ગળાફાંસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો. પારુલ ઉર્ફે કાજલ પ્રજાપતિ નામની પરણીતા પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પરિણીતાના મોતના પગલે બે દીકરીઓના માથેથી માની છત છીનવાઈ ગઈ છે. આરોપી સતત વોટ્સએપ કોલ અને મેસેજ કરી હેરાન કરતો હતો. જેનાથી કંટાળી પરિણીતાએ જીવન ટૂંકાવી દીધું હતું.


પરિણીતાએ સ્યુસાઈડ નોટમાં શું લખ્યું છે

પરિણીતાએ સ્યુસાઇડ નોટમાં લખ્યું, 'આ તોસીફ પઠાણે મારી જીંદગી બરબાદ કરી છે, કોલ કરી બ્લેકમેલ કરી પૈસાની માંગણી કરે છે અને પૈસાની વાત ન સ્વીકારુ તો મારા પતિને પતાવી દેવાની ધમકી આપી હતી. આ તોસીફ પઠાણનો કેસ બંધ ના કરશો તેને સજા અપાવશો, મારૂ આત્મહત્યાનું કારણ તોસીફ પઠાણ છે.’ મહેમદાવાદ પોલિસ દ્વારા તોસીફ પઠાણ વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.


અમદાવાદના ઠક્કરનગરની હોટલમાં ગંભીર રીતે ઘાયલ થયા થયેલા યુવકનું દસ દિવસ પહેલા સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસ તપાસમાં પત્નીના મોત બાદ મૃતક યુવક પડોશી યુવતી સાથે પાંચ વર્ષથી સાથે રહેતો હતો, બન્ને હોટલમાં રોકાયા હતા ત્યારે કોઇક કારણસર તકરાર થતા પત્નીએ ધક્કો માર્યો હતો, જેથી યુવકનું માથું દિવાલ તથા જમીન ઉપર પટકાયું હોવાથી માથા સહિત શરીરે ગંભીર ઇજાથી મોત થયું હોવાનું બહાર આવતાં કૃષ્ણનગર પોલીસે પ્રેમિકા સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


કૃષ્ણનગર પોલીસ સ્ટેનશનના પોલીસ ઇન્સ્પેકટર, એ.જ.ચૌહાણના જણાવ્યા મુજબ મૂળ ઉત્તર પ્રદેશની વતની અને નવા નરોડામાં રહેતા યુવકે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નવા નરોડા વિસ્તારની સોસાયટીમાં રહેતી મહિલા સામે ફરિયાદ નોંધાવી છે કે તેમના નાના ભાઇની પત્નીનું પાંચ વર્ષ પહેલા અવસાન થયું હતું, બાદમાં પડોશમાં રહેતી આરોપી મહિલા સાથે લગ્ન કર્યા વગર સાથે રહેતા હતા.


બન્ને વચ્ચે કેટલાક સમયથી કોઇક કારણસર તકરાર થતી હતી, ગત તા. ૩ના રોજ પ્રેમિકા અને ફરિયાદીના ભાઇ ઠક્કરનગર પાસે હીરાવાડી નજીક આવેલી સર્ચ સ્ટોપ હોટલમાં રોકાયા હતા અને ત્યાં મહિલા સાથે તકરાર થતાં મહિલાએ પ્રેમીને માર મારીને ધક્કો મારતા માથું દિવાલ અને જમીન ઉપર પકડાતા માથા સહિત શરીરે ગંભીર ઇજા થતાં યુવકનું મોત થયું હતું. જે તે સમયે પ્રેમિકાએ ખેંચ આવતા બેભાન અવસ્થામાં પડી ગયા હોવાની વાર્તા કરી હતી. જો કે પીએમ રિપોર્ટ બાદ યુવકને માથામાં ગંભીર ઇજાથી મોત થયાનું બહાર આવતાં પોલીસે મહિલા સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.