નડિયાદ:  ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના કણજરી ગામે નગરપાલિકાના સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી બાળકના છુટા અંગો સાથે મૃત બાળક મળી આવતા ચકચાર મચી ગઈ છે.  આ નવજાત બાળકને જીવિત કે મૃત હાલતમાં પોતાનું પાપ છુપાવવા ત્યજી દેવાયું હોવાની આશંકા છે. ઘટનાની જાણ થતાં નગરપાલિકાના અધિકારીઓ અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના સુપરવાઈઝર સ્થળ પર પહોંચ્યા હતા. બાળકના છુટા અંગો અને મૃત બાળક મળવાની ઘટનાને લઈ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.


અજાણ્યા દંપતિ દ્વારા પાલીકાની હદમાં કોઈ પણ જગ્યાએથી ગટરના ગંદા પાણીના નિકાલમાં  બાળકને જીવતુ કે મૃત હાલતમાં ફેકી દેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.  આ સમગ્ર મામલે ચકલાસી પોલીસે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના સુપરવાઈઝરની ફરિયાદના આધારે  IPC 318ની કલમ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. 


છાણી સ્વામિનારાયણ મંદિરમાં ધક્કામુકી દરમિયાન એક વ્યક્તિનું મોત


છાણીનું સ્વામીનારાયણ મંદિરમાં સંતોના જુથવાદમાં બબાલ થતાં ધક્કામૂકીમાં દિનેશ વણકર નામની વ્યક્તનું મોત થયું છે. સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો ઉલ્લેખનિય છે કે, આ મંદિર વડતાલ તાબા હેઠળનું છે.અહીં વડતાલ સ્વામિનારાયણ મંદિરે એક  જૂથને  મંદિર સોંપ્યું છે. જ્યારે અન્ય જૂથ પોતાના સંતને મંદિર મળે તે માટે વિવાદ કરી રહ્યા છે, આ વિવાદના કારણે જ અન્ય જૂથ પોતાનું તાળું મંદિરમાં લગાવવા માગતા હતા, આમ મંદિરના તાળા બદલવાના મામલે બબાલ થતાં ધક્કામૂકીમાં દિનેશ વણકર નામની  વ્યક્તિ પડી જતાં તેમનું મોત  થયું છે. મોતને લઇને મૃતકના પરિજનોએ આક્ષેપ કર્યો છે કે, મંદિરમાં તાળા બદલવા સમયે થયેલી ધક્કામૂકીમાં મોત થઇ ગયું અને આ મામલે હજુ પણ મંદિરના સંતો કંઇ બોલવા તૈયાર નથી. મૃતકના પરિવારજનોએ જણાવ્યું કે, મંદિરમાં દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.


વડોદરાના છાણીમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં 12 ઓગસ્ટના વહેલી સવારે આ ઘટના બની હતી. સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.   મંદિરના કોઠારી સ્વામી જ્યારે  તાળુ બદલતા હતા ત્યારે જૂના વહીવટકર્તાઓએ આવીને દલીલ કરી હતી. આ બોલાચાલીમાં ધક્કામૂકી પણ થઇ અને આ દરમિયાન  દિનેશ વણકર નામની વ્યક્તિને  ધક્કો લાગતા તેઓ મંદિરમાંથી બહાર ફેંકાઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ તેમનું મોત થઇ ગયું હતું.