આવતી કાલે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. 31 જુલાઈ એટલે કે આવતીકાલે સવારે 8 કલાકે પરિણામ જાહેર કરવામાં આવશે. પરિણમ બોર્ડની વેબસાઈટ result.gseb.org પર જાહેર કરવામાં આવશે. શાળાઓએ પોતાની શાળાનું પરિણામ ડાઉનલડો કરીને વિદ્યાર્થીઓને ગુણપત્રકની નકલ આપી તેમના પરિણામની જાણ કરવાની રહેશે.


વિજ્ઞાન પ્રવાહનું 100 ટકા પરિણામ


આ પહેલા ધોરણ 12 સાયંસના વિદ્યાર્થીઓનું બોર્ડનું પરિણામ જાહેર કર્યું હતું. કોરોનાને લીધે માસ પ્રમોશન આપવાની જાહેરાત બાદ ધોરણ 12 સાયંસના એક લાખ સાત હજાર નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જાહેર થયેલુ પરિણામ માત્ર સ્કૂલો પોતાના ઈંડેક્સ નંબરના આધારે જોઈ શકશે. જ્યારે વિદ્યાર્થીઓ સીધુ પોતાનું પરિણામ જોઈ શકશે નહી.


વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1,07,264 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે. બોર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત 100 ટકા પરિણામ જાહેર થયું છે. આજે જાહેર થયેલ પરિણમાં 3245 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે જ્યારે 15284 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે. 24,757 વિદ્યાર્થીઓએ B1 ગ્રેડ મેળવ્યો છે. 26,831 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. C1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 22,174 છે. C2 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 12,071 છે. જ્યારે 2609ને D ગ્રેડ, 289 વિદ્યાર્થીઓને E1 ગ્રેડ અને 4 વિદ્યાર્થીઓને E2 ગ્રેડ મળ્યો છે.


 A ગ્રુપમાં 466 વિદ્યાર્થીઓએ 99 પરસેન્ટઇલથી વધુ માર્ક્સ મેળવ્યા છે. B ગ્રુપમાં 657 વિદ્યાર્થીઓએ 99 પરસેન્ટઇલથી વધુ માર્ક્સ મેળવ્યા છે. અમદાવાદ શહેરમાં 109 વિદ્યાર્થીઓ અને અમદાવાદ ગ્રામ્યમાં 73 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.


જાહેર કરેલા પરિણામ અનુસાર માર્કશીટમાં માસ પ્રમોશનનો ઉલ્લેખ નહિ હોય. વિદ્યાર્થીઓને પરંપરાગત માર્કશીટ જ આપવામાં આવશે. અત્યારે માત્ર શાળાઓ જ પરિણામ જોઈ શકશે. શાળાઓ પરિણામ વિદ્યાર્થીઓને જણાવશે.


ધોરણ-10નું પરિણામ


આ પહેલા રાજ્ય શિક્ષણ બોર્ડે ધો.10નું માસ પ્રમોશન મુજબનું પરિણામ જાહેર કર્યું હતું. જે બોર્ડના ઈતિહાસમા પ્રથમવાર 100 ટકા જેટલુ  રહેતા આ વર્ષના તમામ નિયમિત 8 લાખ 57 હજારથી વધુ વિદ્યાર્થી પાસ થયા છે. ગત વર્ષથી 3 લાખ 76 હજાર વિદ્યાર્થી વધુ પાસ થયા છે. આ વર્ષે 17 હજારથી વધુ વિદ્યાર્થીએ એ-1 ગ્રેડ મેળવ્યો છે. ધોરણ 10નું પરિણામ ધોરણ 9ની પ્રથમ સત્ર અને  દ્રિતિય સત્ર પરીક્ષા તેમજ ધો.10નું પ્રથમ સત્ર પરીક્ષા અને એકમ કસોટીના આધારે કુલ માર્કસની ગણતરી કરીને સ્કૂલોએ તૈયાર કર્યુ છે.