આ જિલ્લામાં નોંધાયા સૌથી ઓછા કેસ
રાજ્યમાં આજે છોટા ઉદેપુર, ડાંગ, મહીસાગર અને તાપી જિલ્લામાં કોરોનાના એકપણ કેસ નોંધાયા ન હતા. પોરબંદર, નવસારી, બોટાદ અને ભાવનગરમાં 1-1 કેસ નોંધાયા હતા. અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા અને વલસાડમાં 2-2 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 738 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં સાજા થવાનો દર 95.60 ટકા છે. રાજ્યના જુદા-જુદા જિલ્લામાં આજની તારીખે 4,74,410 વ્યકિતઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.