અમદાવાદ : ગુજરાતની વિજય રૂપાણી સરકારે એક મોટો નિર્ણય લઈને રાજ્યના 39 અધિકારીની પ્રમોશન આપીને બદલી કરી છે. આ તમામ ક્લાસ ટુ ઓફિસર છે અને રાજ્યના મહેસૂલ વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા. તેમને પ્રમોશન આપીને મામલતદાર બનાવાયા છે.
હાલમા રાજ્યમાં 8 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યા છે. જે નાયબ મામલતદાર ચૂંટણી પ્રક્રિયામાં સામેલ ના હોય તે નવી જગાએ હાજર થશે. ચૂંટણીની કામગીરી સોંપાઈ હોય એવા અધિકારી ચૂંટણી પછી નવા હોદ્દાનો કાર્યભાર સંભાળશે.
પ્રમોશન સાથે બદલી થઈ હોય તેવા અધિકારીઓની યાદી નીચે પ્રમાણે છે.