ગુજરાતમાં કોરોનાના સંક્રમણ પર લગામ કસવા રૂપાણી સરકાર શનિવાર અથવા રવિવારે મોટો નિર્ણય લઈ શકે છે. રાજ્ય સરકારે આ વાત ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આ વાત કહી છે. રાજ્યમાં કોરોનાના કાળચક્રને લઈ હાઈકોર્ટે સુઓમોટો અને જાહેરહિતની અરજી પર સુનાવણી કરી હતી.


સુનાવણી દરમિયાન હાઈકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલે કહ્યું કે, કોરોનાનું સંક્રમણ અંકુશમાં ન આવે ત્યા સુધી રાજકીય મેળાવડા નહીં થાય. તો સંક્રમણને અટકાવવા માટે કડક પગલાં અંગે આ શનિવાર-રવિવારના રાજ્ય સરકાર મહત્વના નિર્ણય લેશે. તો હોઈકોર્ટે પણ સવાલ કર્યો કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં થાય તો શું કાર્રવાઈ કરશો. સંક્રમણને ફેલાતો રોકવા માટે રાજ્ય સરકારે કડકાઈથી કામગીરી કરવાની જરૂર છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં રેકોર્ડબ્રેક 1607 નવા કેસ નોંધાયા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 16 લોકોના મોત થયા હતા. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 3938 પર પહોંચ્યો છે.

રાજ્યમાં હાલ 14732 એક્ટિવ કેસ છે, જ્યારે કુલ 186446 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 96 દર્દી વેન્ટીલેટર પર છે અને 14636 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 205116 પર પહોંચી છે.

રાજ્યમાં આજે કુલ 1388 દર્દી સાજા થયા હતા અને 69283 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 762089 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.90 ટકા છે.