2000 Rupee Note: અરવલ્લીમાં આરબીઆઇના 2000ની નોટો પાછી ખેંચવા મામલે નવો વિવાદ સામે આવ્યો છે. મોડાસાની  ધી સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક દ્વારા 2 હજારની નોટ ના સ્વીકારતા હોવાનો ગ્રાહકનો આરોપ છે. મોડાસાના દૂધના વેપારીની 2 હજારની નોટ ના સ્વીકારતા ગ્રાહકોએ રોષ વ્યક્ત કર્યો છે. અન્ય 10 થી વધુ ગ્રાહકોએ પણ 2 હજારની નોટો ન સ્વીકારતા હોવાની ફરિયાદ કરી છે. તો બીજી તરફ બેન્ક સત્તાધીશોએ વડી કચેરી હિંમતનગરના આદેશ હોવાનુ જણાવ્યું છે.આ ઉપરાંત બેન્ક મેનેજરે કેમેરા સામે કઈ પણ કહેવાનો ઈન્કાર કર્યો છે. 




કાપડ વ્યાપારીઓની મિશ્ર પ્રતિક્રિયા

સુરત ખાતે 2000 ની નોટને લઈ જાહેરાત મામલે કાપડ વ્યાપારીઓની મિશ્ર પ્રતિક્રિયા સામે આવી છે. કેટલાક વેપારીઓએ કહ્યું આ નિર્ણય યોગ્ય નથી તો  કેટલાક વેપારીઓએ કહ્યું આ નિર્ણય વારંવાર કરવા જોઈએ. ABP અસ્મિતાની ટીમ કાપડ બજારમાં પહોંચી હતી. જીએસટી બાદ કાપડ માર્કેટમાં ઓનલાઇન પેમેન્ટ થઈ ગયું છે. કાપડ બજાર પર કોઈ ફરક નહિ પડે. એન.ઇ.એફ.ટી અને આર્ટિજીએસ નો વધુ ઉપયોગ થયો છે. સૌથી વધુ ક્યુ આર કોર્ડ નો ઉપયોગ હાલ થઈ રહ્યો છે.










50 રુપિયાનો માલ લેવા બે હજારની નોટ આપી રહ્યા છે લોકો

રાજકોટમાં અલગ અલગ પાનની દુકાનોમાં પણ  લોકો 2,000 ની નોટ લઈને આવી રહ્યા છે. 50 કે સો રૂપિયાનો માલ લેવો હોય અને લોકો 2000 ની નોટ કાઢે છે. વેપારીએ કહ્યું 2000 ની નોટના છૂટા કેમ આપવા. 2000 ની નોટ અત્યાર સુધી માર્કેટમાં દેખાતી નહોતી પરંતુ ગઈકાલ રાતથી મોટી સંખ્યામાં  2000 ની નોટ દેખાઈ રહી છે. 










ખેડૂતો 2000 ની નોટને બદલે 500 ની નોટ મળે તેવો આગ્રહ રાખી રહ્યા છે

સુરતમાં 2000 ની નોટને લઈ જાહેરાત થતા સવારથી રાજ્યમાં કંઈક અલગ માહોલ જોવા મળી રહ્યો છે. સુરત  APMC માર્કેટ માં પેમેન્ટને લઈ માહોલ બદલાયો છે. શાકભાજી વેચવા આવનાર ખેડૂતો 2000 ની નોટને બદલે 500 ની નોટ મળે તેવો આગ્રહ રાખી રહ્યા છે. ગામડામાં 2000 ની નોટના છુટ્ટા મળતા નથી તેવી કેફિયત રજુ કરાઈ છે. APMC શાકભાજી વિક્રેતા પણ 500 ની અને 200 ની નોટ આપી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે 2000 ની નોટનું ચલણ ઓછું છે. એકલ દોકલ 2000 ની નોટમાં વ્યવહાર થાય છે. અત્યારે ખેડૂતો 2000 ની નોટના બદલે 500 ની નોટનો આગ્રહ રાખે છે.