Surendranagar:  સુરેન્દ્રનગર પ્રવાસ દરમિયાન લીમલી ગામ ખાતે નર્મદા, જળસંપત્તિ, પાણી પૂરવઠા વિભાગના રૂ. ૨૧૮ કરોડના ખર્ચે ૪૪ ગામોને સિંચાઈનું પાણી પૂરી પાડવાના કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું. જ્યાં તકતી અનાવરણ પ્રસંગે મુખ્યમંત્રીએ શાસ્ત્રોક્ત વિધિથી કળશ પૂજન કર્યું હતું.  

 

એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન

સુરેન્દ્રનગર જિલ્લાના લખતરના ઢાંકીમાં નિર્મિત ૨૪ માળ જેટલી ઊંચાઈએ પાણી પમ્પ થાય તેવું એશિયાનું સૌથી મોટું પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ તાલુકાનાં ૫૯ ગામોને પીવા માટે નર્મદાના જળ પૂરા પાડવા રૂ.૧૦૮.૦૪ કરોડના બે કામોના લોકાર્પણ કરાયાં છે. સૌની યોજનાની સફળતાનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ પાણીથી સૌરાષ્ટ્રનું જીવન બદલાયું છે. સૌની યોજના ગુજરાતમાં જળ વ્યવસ્થાપન માટે ગેમ ચેન્જર સાબિત થઈ છે. 

મુખ્યમંત્રીએ રામજી મંદિર તથા શેખવા પીર દાદાના મંદિરે દર્શન કર્યા હતા તથા લીમલી ગામલોકોનું અભિવાદન ઝીલ્યું હતું. બાદમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગર પધાર્યા હતા.કુલ મળીને રૂ. ૧૧૫.૧૯ કરોડના ત્રણ કામોના ઈ-લોકાર્પણ તથા રૂ. ૫૮૧.૦૬ કરોડના ૯ કામોના ઈ-ખાતમુહૂર્ત કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીના હસ્તે થયેલાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો  

નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા વિભાગ અને કલ્પસર વિભાગના રૂ. ૧૦૮.૦૪ કરોડના બે કામ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રૂ. ૦૭.૧૫ કરોડનું એક કામ સહિત કુલ રૂ. ૧૧૫.૧૯ કરોડના કુલ ૩ કામનું લોકાર્પણ આજે કરવામાં આવ્યું હતું. 

 મુખ્યમંત્રીના હસ્તે થયેલાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું 

નર્મદા, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રૂ.૫૫૬.૪૩ કરોડના ૬ કામ, શિક્ષણ વિભાગનું રૂ. ૬૦ લાખનું એક કામ, માર્ગ અને મકાન વિભાગના રૂ. ૨૨.૫૮ કરોડનું એક કામ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનું રૂ. ૧.૪૫ કરોડનું એક કામ સહિત રૂ. ૫૮૧.૦૬ કરોડના ૯ કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

બનાસકાંઠા જિલ્લામાં રિચાર્જ કૂવા નિર્માણનો શુભારંભ