દાહોદ: ફતેપુરાના સુખસર ખાતે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા ગાયક વિજય સુવાળાએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં જ્યારે વિજય સુવાળા પરફોર્મ કરી રહ્યા હતા ત્યારે સ્ટેજ તૂટી પડતા અફરા તફરી મચી ગઈ હતી. મેલડી માતાના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાલું ડાયરામાં સ્ટેજ ધરાશાયી થતા વિજય સુવાળા સહિતના કલાકારો સ્ટેજ સાથે નીચે પડ્યા હતા. જો કે, સદનસીબે મોટી હોનારત ટળી હતી.


 



‘ગુજરાતમાં આમ આદમી પાર્ટીથી ડરી ગઇ છે BJP, ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર કર્યા પ્રહાર


અમદાવાદઃ આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ ગોપાલ ઈટાલીયાએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ પર પ્રહારો કર્યા હતા. મળતી જાણકારી અનુસાર ગોપાલ ઇટાલિયાએ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ગુજરાતમાં બીજેપી આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે. ભાજપ આપના કાર્યકર્તા સાથે મારામારી કરી રહ્યો છે. ભાજપના લોકો  આપ પાર્ટીની વોલ પેઈન્ટિંગ ભૂસે છે અને આપના વાહનોમાં તોડફોડ કરતા હોવાનો ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યો હતો.


ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ડરી ગયેલા ભાજપના લોકો આમ આદમી પાર્ટીની વોલ પેઇન્ટિંગ ભૂસી નાખે છે. ભાજપ ડરી ગયો છે અને નેતાઓ બોખલાઈ ગયા છે. લોકોને નીચા દેખાડવા જેવું કૃત્ય કરે છે. આમ આદમી પાર્ટીને ખરાબ ચીતરવી અને કાર્યકર્તાઓને મારવામાં આવી રહ્યા છે.


ઇટાલિયાએ કહ્યું કે અમારા કાર્યકર્તાઓ દરેક વિધાનસભાઓ પર પોતાની મહેનત પર અને સ્વખર્ચે વોલ પેઇન્ટિગ કરે છે. ભાજપ દ્વારા સરકારી દીવાલો અને ઇમારતો પર પેઇન્ટિગ કરવામાં આવે છે. અમે ખાનગી માલિકીની દિવાલો પર સ્વખર્ચે પેઇન્ટિંગ કરી રહ્યા છીએ. વોલ પર આમ આદમી અને અરવિંદ કેજરીવાલના વિચારો દર્શાવવામાં આવે છે. પરંતુ ભાજપ દ્વારા આમ આદમી પાર્ટીની વોલ પેઇન્ટિગને ભૂસવામાં આવી રહ્યા છે. ઇટાલિયાએ કહ્યું કે એક તરફ ભાજપ કહે છે કે પશ્વિમ બંગાળમાં લોકશાહી ખતમ થઈ રહી છે તો શું ગુજરાતમાં લોકશાહીનું હનન નથી થતું ? લોકો ભાજપની આ ગુંડાગીરીને જોવે  અને વિધાનસભામાં ઝાડુ ફેરવી આવા ભાજપના લોકોને હટાવે.