સુરત: વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાત ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલ એક્શન મોડમાં આવી ગયા છે. આજે કડોદરા અને બારડોલીમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. વન ડે વન ડિસ્ટ્રીકટ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. કડોદરા ખાતે ભવ્ય રેલી કાઢવામાં આવી હતી. કડોદરા છાત્રાલા પોઇન્ટથી અકળામુખી મંદિર સુધી રેલી કાઢવામાં આવી હતી.


આ અવસરે સીઆર પાટિલે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, આજે રેલી જોઈ કેટલાક લોકોના છાતીના પાટિયા બેસી ગયા હશે. પ્રધાનમંત્રીના અશ્વમેઘ યજ્ઞને રોકવાની કોઈની તાકાત નથી. ભાજપનો કાર્યકર્તા એક પણ રજા પર નથી. તમામ કાર્યકર્તાઓ સેવાના કાર્ય કરે છે. પોતામાં જન્મદિવસની ઉજવણી સેવાકીય કાર્યમાં કરે છે. ચૂંટણી આવે એ પહેલાં દેડકાઓ ડ્રાંઉં ડ્રાંઉં કરતા આવી જાય છે.  હમણાં એક નવો અવતાર આવ્યો છે. એક મહાઠગ ગુજરાતમાં આવે છે, ગુજરાતની જનતા ચેતીને રહે. એક પપ્પુ છે જેણે પાર્ટીનું બંટાધાર કરી દીધું છે. આમ પાટીલે કોઈનું નામ લીધા વિના આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.


કોંગ્રેસના આ ધારાસભ્યએ જીગ્નેશ મેવાણી માટે પોતાની સીટ છોડવાની તૈયારી બતાવતા રાજકારણ ગરમાયું


Jignesh Mewani Vadgam Visit:: આસામની જેલમાં 9 દિવસ રહ્યા બાદ જીગ્નેશ મેવાણી તેમના વતન વડગામ પહોંચ્યા છે. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને સત્કારવા માટે જિલ્લા કોંગ્રેસ દ્વારા મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડગામ ખાતે સત્યમેવ જયતે જનસભામાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા,  ધારાસભ્ય શિવા ભાઈ ભુરીયા, કાંતિ ખરાડી નાથાભાઈ પટેલ ગેનીબેન ઠાકોર સહિત કાર્યકરો હાજર રહ્યા હતા.આ દરમિયાન વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મોટું નિવેદન  આપ્યું છે. તેમણે કહ્યું કે, વાવ સીટ પર જીજ્ઞેશ મેવાણીનું સ્વાગત છે. જો તેઓ ત્યાંથી લડશે તો તમારા માટે બેઠક છોડવા તૈયાર. આમ જીગ્નેશ મેવાણી માટે વિધાનસભાની ચૂંટણી પહેલા ગેનીબેને મોટી જાહેરાત કરતા રાજકારણ ગરમાયું છે.


આ નગર પાલિકાની ચૂંટણી પહેલા જ ભાજપે પાડી દીધો મોટો ખેલ, કોંગ્રેસને લાગશે ઝટકો
દીવ: નગર પાલિકામાં નવા જુનીના એંધાણ છે. દીવ નગર પાલિકામાં ભાજપ મોટો ખેલ પાડવા જઈ રહી છે. અહીં કોંગ્રેસના 7 સભ્યો આજે ભાજપમાં જોડાઈ તેવી શક્યતા છે. નોંધનીય છે કે, દીવ નગર પાલિકા પર કોંગ્રેસનો કબજો હતો. જૂનમાં ચૂંટણી યોજાય તે પહેલા જ ભાજપે ખેલ ખતમ કર્યો છે. કુલ 13 બેઠકો છે જેમાં 3 ભાજપ અને 10 કોંગેસના સદસ્યો હતા. આજે 7 સદસ્યો ભાજપમાં જોડાય તેવી શકય છે.  ઘોઘળાં ખાતે સવારે 11 વાગ્યે  દમણ દીવ ભાજપ પ્રભારી વિજયારાજની અધ્યક્ષતામાં આ સભ્યો કેસરિયા ધારણ કરે તેવી શક્યતા છે.