ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પ્રાથમિક શાળા (ધોરણ 1થી 5)માં શિક્ષક બનવા માંગતા હજારો યુવાનો માટે TET-1 પરીક્ષાની જાહેરાત કરી છે. આ પરીક્ષા જે ઉમેદવારો પાસ કરશે, તેમને સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં નિમણૂક માટે પાત્રતા મળશે. ટેટ-1 પરીક્ષા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 29 ઓક્ટોબર, 2025થી શરૂ થશે, જ્યારે 14 ડિસેમ્બર 2025ના રોજ આ પરીક્ષા યોજાશે. ધો. 1થી 5માં શિક્ષક બનવા માટેની ટેટ-1 પરીક્ષા નવા નિયમો સાથે 14 ડિસેમ્બરથી લેવાશે. પરીક્ષાના સમયમાં અને અભ્યાસક્રમમાં પણ ફેરફાર કરાયો છે. ઓનલાઈન ફોર્મ 29 ઓક્ટોબરથી 12 નવેમ્બર 2025 સુધી ભરી શકાશે. આ પરીક્ષા 14 ડિસેમ્બર 2025ના રોજ લેવાશે. આ પરીક્ષા 150 માર્ક્સની હશે. જેમાં 150 મલ્ટિપલ ચોઈસ પ્રશ્નો (MCQs) હશે અને તેના માટે 90 મિનિટનો સમય મળશે.
અરજી કરવા માટેની ફી
આ પરીક્ષામાં બેસવા માટે સામાન્ય વર્ગના ઉમેદવારો માટે 18થી 35 વર્ષ છે, જ્યારે અનુસૂચિત જાતિ/ જનજાતિ, SEBC, PH અને EWS વર્ગ માટે છૂટ આપવામાં આવશે. અરજી ફી સામાન્ય વર્ગ માટે 350 રૂપિયા અને અન્ય વર્ગ માટે 250 રૂપિયા રાખવામાં આવી છે.
150 પ્રશ્નો માટે 90 મિનિટનો સમય ફાળવવામાં આવશે
પ્રાથમિક શિક્ષકો (વર્ગ 1થી 5) માટે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ-1 (TET-1) 2025ની સૂચના જાહેર કરવામાં આવી છે. આ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને સરકારી અને અનુદાનિત શાળાઓમાં શિક્ષક તરીકે નિમણૂક મેળવવા માટે પાત્રતા મળશે., ઓનલાઈન અરજી પ્રક્રિયા 29 ઓક્ટોબર 2025થી શરૂ થઈને 12 નવેમ્બર 2025 સુધી ચાલશે. આ પરીક્ષા 150 માર્ક્સની હશે, જેમાં 150 મલ્ટિપલ ચોઈસ પ્રશ્નો (MCQs) હશે અને સમય 90 મિનિટનો રહેશે. 150 માર્ક્સની આ પરીક્ષામાં ભાષા, ગણિત, સામાન્ય જ્ઞાન અને શિક્ષણશાસ્ત્ર જેવા વિષયો આવરી લેવાશે. ઉમેદવારોએ OJAS વેબસાઇટ (ojas.gujarat.gov.in) પર અરજી કરવાની રહેશે. વિગતવાર અભ્યાસક્રમ અને પરીક્ષા પેટર્ન જાહેરાતમાં જણાવવામાં આવી છે. ઉમેદવારોએ વ્યક્તિગત વિગતો, શૈક્ષણિક લાયકાત અને ફોટો/સહી અપલોડ કરવાના રહેશે.