રાજ્યમાં પણ 15મી ઓગસ્ટની ઉજવણીને લઈને રાજ્યના ગૃહ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. ગૃહ વિભાગના પરિપત્ર અનુસાર રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વના કાર્યક્રમમાં મહત્તમ એક હજારની મર્યાદામાં જ લોકો હાજર રહી શકશે. તો જિલ્લા કક્ષાના સરકારી ધ્વજવંદનના કાર્યક્રમમાં મહત્તમ એક હજાર લોકો હાજર રહી શકશે.


તાલુકા કક્ષાના ધ્વજવંદનના કાર્યક્રમમાં 500 લોકોની તો ગઈકાલે યોજાનારા અલગ અલગ સાંસ્કૃતિ કાર્યક્રમમાં પણ 500ની મર્યાદામાં લોકો હાજર રહી શકશે. કોરોનાની સ્થિતિને જોતા ધ્વજવંદન કાર્યક્રમમાં કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે


ગુજરાતમાં કોરોના કેસ


ગુજરાતમાં ગઈકાલે કોરોનાના 23 નવા કેસ સામે આવ્યા છે. ગઈકાલે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક પણ દર્દીનું મોત નથી થયું. રાજ્યમાં હાલ 178 એક્ટિવ કેસ છે અને 7  દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે. રાજ્યમાં હાલ કોરોના વાયરસના કેસ સ્થિર થયા છે.  રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર 98.76 પર પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણ (Vaccination) ના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં ગઈકાલે 5,97,748 દર્દીઓનું રસીકરણ થયું છે.


છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ 6, વડોદરા કોર્પોરેશનમાં 5, સુરત 3, સુરત  કોર્પોરેશનમાં 3, અમદાવાદ 1, દાહોદ 1, ગીર સોમનાથ 1, જામનગર 1, જૂનાગઢ કોર્પોરેશન, નવસારી  1 કેસ  નોંધાયા છે.  રાજ્યમાંથી વધુ 27 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 8,14,885 દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે.


એક્ટિવ કેસ (Active Case) ની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 178 એક્ટિવ કેસ છે. જે પૈકી 07 વેન્ટીલેટર પર છે. 171 સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,14,885 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10,078 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોના (Covid) ને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે ગઈકાલે કોરોનાને કારણે એકપણ મોત નિપજ્યું નથી. અમદાવાદ કોર્પોરેશનમાં 6 કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશન 5, સુરત 3, અમદાવાદ 1, દાહોદ 1, ગીર સોમનાથ 1, જામનગર 1, જુનાગઢ કોર્પોરેશન 1 અને નવસારી 1 એમ કુલ 23 કેસ નોંધાયા છે. 


જો રસીકરણ (Vaccination) ની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 97 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 4726 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 1,27,356 નાગરિકોને રસીનો પ્રથમ અને 61,829 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 3,81,507 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 22,233 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 5,97,748 કુલ રસીના ડોઝ આજના દિવસમાં અપાયા છે. અત્યાર સુધીમાં 3,91,88,409 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.