કોરોના વાયરસની ગાઈડલાઈનના ચુસ્તપણે પાલન સાથે 17 ઓક્ટોબરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓની સંખ્યા મર્યાદિત રાખવામાં આવશે. દરરોજ 2500 પ્રવાસીઓને જ પ્રવેશ આપવામાં આવશે.


આ સાથે જ 500 પ્રવાસીઓને જ વ્યુઈંગ ગેલેરીમાં પ્રવેશ આપવામાં આવશે. પ્રવાસીઓ માત્ર ઓનલાઈન ટિકિટ બુકિંગ જ કરી શકાશે. ટિકિટ બારી પરથી રૂબરૂ ટિકિટ નહીં મળે. બે કલાકના સ્લોટમાં ઓનલાઈન ધોરણે અધિકૃત વેબસાઈટ પરથી ટિકિટ મળશે.

પ્રવાસીઓને જે સ્લોટની ટિકિટ મળી હશે એ જ સ્લોટમાં પ્રવેશ મળશે. કોવિડ19 ગાઈડલાઈનના ચુસ્તપણે પાલન સાથે 17 ઓક્ટોબરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે.