Statue of Unity: શાળાઓમાં દિવાળીના વેકેશનની શરૂઆત થઈ ગઈ છે તો બીજી તરફ અન્ય બિઝનેસ યુનિટોમાં દિવાળી પર હવે રજાઓ ટૂંક સમયમાં જાહેર થઈ જશે. એવામાં મોટા ભાગના લોકો પરિવાર સાથે ફરવા જતા હોય છે. ત્યારે દિવાળીના વેકેશનને ધ્યાનમાં રાખીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના અધિકારીઓ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ 24 ઓક્ટોબર સોમવારના રોજ પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુલ્લું રાખવામાં આવશે.  તમને જણાવી દઈએ કે, આમ તો સોમવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી મેન્ટનન્સ માટે બંધ રાખવામાં આવે છે.


દિવાળીને ધ્યાનમાં રાખીને આ સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેના સંલગ્ન પ્રોજેકટ પ્રવાસીઓ માટે ખુલ્લા રાખવામાં આવશે. 25 ઓક્ટોબરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેના સંલગ્ન પ્રોજેકટ પર રજા રાખવામાં આવી છે. આ ઉપરાંત કોઈપણ પ્રકારની પૂછપરછ માટે 18002336600 પર સંપર્ક પણ કરી શકો છો.  પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની અધિકૃત વેબસાઈટ www.soutickets.in પર થી ટીકીટ બુક કરાવવાની રહેશે.


 7 લાખથી વધુ પશુપાલકોની દિવાળી સુધરી


દિવાળી પહેલા અમુલે પશુપાલકોને મોટી ભેટ આપી છે. અમુલે દૂધ ભાવમાં વધારો કર્યો છે. અમુલે દૂધની ખરીદીમાં પ્રતિકિલો ફેટે 20 રુપિયાનો વધારોકર્યો છે. આ ભાવ વધારાનો લાભ પશુપાલકોને 1 નવેમ્બરથી મળશે. આણંદ, ખેડા અને મહિસાગર જિલ્લાના 7 લાખથી વધુ પશુપાલકોને આ ભાવ વધારાનો લાભ મળશે. અમુલના આ નિર્ણયથી પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. 


માછીમારોને દિવાળી પૂર્વે સરકારની ભેટ


પોરબંદરના માછીમારોને  દિવાળી પૂર્વે સરકારે ભેટ આપી છે. માછીમારોની વર્ષો જૂની માંગો માંથી મોટાભાગેની માંગો સરકારે સ્વીકારી છે. 10થી વધુ માંગો સાથે માછીમારો વર્ષોથી સરકારમાં લડત ચલાવતા હતા. બે દિવસ પહેલા જૂનાગઢ ખાતેથી વડાપ્રધાને 21 કરોડના ડ્રેજિંગ કામનું વર્ચ્યુલ ખાત મુહૂર્ત કર્યું હતું. વેરાવળ ખાતે ફિશરીઝ મંત્રી જીતુ ચૌધરી 36 કરોડ ના ખર્ચે માપલાવાળી વિસ્તારને અપગ્રેશન કામને મંજૂરી આપી વર્ક ઓર્ડર આપ્યા.


આજ સુધી કોઈ એક જ પંપ પરથી માછીમારોને ડીઝલ ખરીદી થતી હતી, જેની સામે માછીમારોએ મંડળી નિશ્ચિત 7 પંપ પરથી ડીઝલ ખરીદી ની માંગ કરી હતી તે રાજ્ય સરકારે સ્વીકારી. ઓ.બી.એમ મશીન જેની સબસીડી ઘણા સમયથી મળતી નોહતી તે પણ 1283 નાની હોળીના મશીનની માંગ સરકારે સ્વીકારી. માછીમારોની હવે મુખ્ય માંગ કે ડીઝલ પેટ્રોલનો ક્વોટા અન્ય રાજ્ય ની સરખામણી એ કરી આપવાની માંગ પણ નજીકના દિવસો પૂર્ણ થાય અને  દિવાળી ભેટ મળશે તેવી માછીમારોને આશા છે. ચૂંટણી પૂર્વે માછીમારો નારાઝ હતા, પરંતુ છેલ્લા બે ત્રણ દિવસમાં માછીમારોની મોટાભાગની માંગો સ્વીકારતા ગુજરાત માછીમાર સમાજના પ્રમુખે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.