Heart Attack Death:રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં હાર્ટ અટેકથી 5 લોકોએ જિંદગી ગુમાવી છે. સુરતમાં ત્રણ તો ભાવનગર અને વડોદરામા એક –એકનું મોત થયું છે.


સુરત ના કતારગામ વિસ્તારમાં શેર બજાર નું કામ કરતા 48 વર્ષીય વ્યક્તિ ને હાર્ટ અટેક  આવતા તેઓ બાથરૂમમાં ઢળી પડ્યાં હતા.મૂળ બોટાદ જિલ્લાના જલાલપોર ગામ ના વતની દિલીપ ભાઈ રતિલાલ કાછડીયા રાત્રે  હાર્ટ અટેક આવતા તેઓ  બાથરૂમ જતા અચાનક ઢળી પડયા હતા. આખરે બાથરૂમ નો દરવાજો તોડી દિલીપ ભાઈ ને બહાર કાઢવા પડ્યા હતા. બાદ તેઓને 108માં મ સ્મીમેર હોસ્પિટલ લઇ જવાયા હતા. જો કે દુર્ભાગ્યવશ તેમની જિંદગી ન બચાવી શકાય અને ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં.
સુરત જિલ્લામાં જ ટેલરિંગનું કામ કરતા વસંત ભાઈ ચૌધરીનું હાર્ટ અટેકથી મોત થયું છે. તેમને છાતીમાં દુખાવો થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં લઇ જવાયા હતા તેઓ  મૂળ આંબાવાડી ગામે રહેતા હતા.


સુરતમાં વધુ એક આશાસ્પદ યુવકે હાર્ટ અટેકના કારણે જીવ ગુમાવ્યો છે.  27 વર્ષિય ,સંજય ચૌહાણનું હાર્ટ એટેકથી મોત થયું છે. સુરતના બમરોલીમાં વિસ્તામાં યુવક  ગેરેજ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ઘરે બેઠો હતો ત્યારે અચાનક જ તેમની તબિયત લથડી હતી અને બાદ હાર્ટ અટેક આવતા તે ઘરમાં જ ઢળી પડ્યો હતો. પરિવારે તેમને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડ્યો હતો પરંતુ દુર્ભાગ્યવશ તેમનો જીવ ન હતો બચાવી શકાયો. તબીબે તેમને મૃત જાહેર કર્યો. સંજયના પરિવારમાં ત્રણ બહેનો અને એક ભાઇ અને માતા-પિતા છે.  સંજયના અકાળે નિધનથી પરિવાર આઘાતમાં સરી પડ્યો છે.


ભાવનગરમાં પણ  હાર્ટ અટેકથી  મોત થવાનો સિલસિલો યથાવત છે.શહેરના રસાલા કેમ્પમાં રહેતા આધેડ મહિલાનું હાર્ટ અટેક થી મોત થયું છે,  55 વર્ષિય સુશીલાબેન સીંદાણાને અચાનક છાતીમાં દુખાવો થતાં સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું  મોત થયું હતું. ભાવનગરમાં એક સપ્તાહમાં હાર્ટ એટેક થી ત્રીજું મોતની ઘટના છે. હાર્ટ અટેકથી સતત થઇ રહેલા મોતએ લોકોમાં ચિંતા વધારી છે.





 


વડોદરાના આજવા રોડ વિસ્તારમાં રહેતા 46 વર્ષિય અમિત પ્રવીણચંદ્ર દેસાઈનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે. શ્વાસ લેવામાં તકલીફ પડતા એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલ લઈ જતા  રસ્તાં હાર્ટ અટેક થી મોત થયું હતું. તેઓ આજવા રોડની જન કલ્યાણ સોસાયટીમાં રહેતા હતા.હાર્ટ અટેકથી અચાનક મોતથી લોકોમાં ચિંતા વધી છે.