અમદાવાદઃ અમદાવાદ શહેર સહિત ગુજરાત (Gujarat)નાં મોટા ભાગનાં શહેરોમાં દિવસે ને દિવસે કોરોના વકરતો જાય છે અને હાલત ખરાબ થતી જાય છે. લોકોમાં ડર વધતો જાય છે ત્યારે મેડિકલ નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે, ગુજરાતમાં 21 એપ્રિલ પછીનો સમય મહત્વનો છે.



આ નિષ્ણાંતે ચેતવણી આપી છે કે, વર્તમાન સપ્તાહ ખૂબ સંવેદનશીલ સાબિત થઇ શકે છે. આગામી 21 તારીખ સુધીમાં ભારતમાં કોરોનાનું સંક્રમણ ખૂબ વધી ગયું હશે એવું કોરોનાની પીકનો અભ્યાસ કરનારા નિષ્ણાંતોએ પણ ચેતવણી આપી છે. આ નિષ્ણાંતો મે મહિનાના અંત સુધીમાં સ્થિતિ સુધરશે એવું પણ જણાવે છે.


ગુજરાત સરકારની કોરોના ટાસ્ક ફોર્સના સભ્ય અને વરિષ્ઠ તબીબ ડો. વી. એન. શાહે ચેતવણી આપી છે કે, કોરોનાના નિયંત્રણ માટે હર્ડ ઇમ્યુનિટી જ ઇલાજ છે. ડો શાહ જણાવ્યું હતું કે, 70 ટકા લોકોમાં કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વિકસિત થઇ હોય તો જ તેન સામે લડવું શક્ય બને અને આ બાબત માત્ર રસીકરણથી વધુ સરળ રીતે થઇ શકે છે, તેથી તમામ સરકારોએ રસીકરણનું સ્તર ખૂબ ઊંચું લઇ જવું પડશે.


તેમણે કહ્યું કે, ગુજરાતમાં પંદર દિવસ પછી રોજના 20 હજાર ને દેશમાં 4 લાખ કેસ આવશે. અત્યાર સુધીમાં અમેરિકા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં સૌથી વધુ એક જ દિવસમાં 3 લાખ નવા કેસ નોંધાવા સાથે વિશ્વમાં મોખરે રહ્યું છે.  ભારતમાં 4થી 4.5 લાખ કેસ દરરોજ નોંધાય તો અમેરિકાનો રેકોર્ડ તૂટી જશે. હાલ ભારતમાં રોજના જે કેસ નોંધાય છે એ અમેરિકા અને બ્રાઝિલ કરતાં પણ વધુ છે. આ રાષ્ટ્રોમાં કોવિડના દૈનિક કેસો અમુક હજારોની સંખ્યામાં જ છે જ્યારે ભારતમાં આ આંકડો બે લાખને પાર થઈ ગયો છે. 


 


રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ


રાજ્યમાં ગુરુવારે પ્રથમ વખત 8 હજારથી વધુ કેસ નોંધાયા હતા.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 8152 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં કોરોના સંક્રમણથી મૃત્યુઆંક 5 હજારને પાંચ પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 81 લોકોનાં મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મૃત્યુઆંક 5076 પર  પહોંચી ગયો છે.   


રાજ્યમાં અત્યાર સુધી 3,26,394 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 44 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 44298 પર પહોંચ્યો છે. જેમાંથી 267 લોકો વેન્ટિલેટર પર અને 44031 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 86.86  ટકા છે.  રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5076 પર પહોંચ્યો છે. 



કેટલા લોકોએ લીધી રસી



વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 86,29,022 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 12,53,033 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 98,82,055 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે.