એક યુવતીને ઢોર માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક યુવક યુવતીના બંને હાથ પકડી રાખે છે, જ્યારે બે અન્ય લોકો યુવતીને લાકડીથી ફટકારી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યા બાદ પોલીસે આ વીડિયો અંગે તપાસના આદેશ આપ્યા હતા તો પહેલા આ વીડિયો મધ્ય પ્રદેશનો હોવાનું સામે આવ્યું હતું જોકે હાલ આ વીડિયો છોટાઉદેપુર જિલ્લાના બિલવાંડ ગામનો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ પીડિત મહિલાની શોધખોળ આદરી છે.
આ વીડિયોમાં જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે તેને જોઈને ભલભલા લોકો ચોંકી જશે. જ્યારે યુવતીને માર મારવામાં આવતો હતો ત્યારે યુવતી બૂમાબૂમ કરી રહી હતી જ્યારે એક પછી એક યુવક તેને ડંડાથી ફટકારી રહ્યા છે. એક શખ્સ યુવતીને પકડી રાખી છે જ્યારે અન્ય બે શખ્સોએ ક્રૂરતાની હદ વટાવી રહ્યા હતાં.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ વીડિયો છોટાઉદેપુર જિલ્લાના બિલવાંટ ગામનો હોવાનું સામે આવ્યું છે. પોલીસ પીડિત મહિલાની શોધખોળ આદરી છે. ત્યારે આ વીડિયોમાં ગુજરાતી ભાષા બોલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
વીડિયોમાં યુવતીને ઢોર માર મારવામાં આવી રહ્યો છે. એક યુવકે યુવતીના બંને હાથ પકડી રાખ્યા છે જ્યારે બીજા બે લોકો ડંડાથી યુવતીને ફટકારી રહ્યા છે. યુવતીને શા માટે આવી તાલિબાની સજા ફરમાવવામાં આવી હતી. જોકે આ અંગે હજુ સુધી કંઈ બહાર આવ્યું નથી અને પોલીસ આ અંગે તપાસ શરૂ કરી છે.
મહિલાને તાલિબાની સજાનો વીડિયો થયો વાયરલ, એક શખ્સે યુવતીને પકડી રાખી અને અન્ય બે શખ્સોએ ક્રૂરતાની વટાવી હદ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 May 2020 12:54 PM (IST)
એક યુવતીને ઢોર માર મારતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક યુવક યુવતીના બંને હાથ પકડી રાખે છે, જ્યારે બે અન્ય લોકો યુવતીને લાકડીથી ફટકારી રહ્યા છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -