અમદાવાદઃ આગામી 4 દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.

મહત્વની વાત છે કે, આગામી અઠવાડિયે અમદાવાદમાં સામાન્ય વરસાદ રહેશે જોકે અંતમાં ગાજવીજ સાથે વરસાદ થશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર ધીમે ધીમે ગુજરાતના કચ્છમાં સક્રિય બન્યું છે. જેના કારણે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, તાપી, દમણમાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી તેવી સંભાવના છે જોકે હાલ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં એટલે કે, આવતીકાલથી સામાન્ય વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર સહિત અન્ય જિલ્લાઓમાં આજે અને આવતીકાલે તોફાની વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

હવામાન વિભાગના મતે આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી પ્રમાણે, સૌરાષ્ટ્ર, કચ્છના અનેક જગ્યાઓ ભારે વરસાદ પડી શકે છે. જેના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.

રાજ્યમાં છેલ્લે છેલ્લે પણ વરસાદી સિસ્ટમ સક્રિય રહેતા વરસાદી વાતાવરણ યથાવત રહે તેવી સંભાવના છે. આગામી 4 દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.