સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરમાં યોજાતો વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો આ વર્ષે પણ યોજાશે નહીં. વિશ્વ વિખ્યાત તરણેતરનો મેળો બીજા વર્ષે પણ બંધ રહેશે. મહત્વનું છે કે ગત વર્ષે કોરોના મહામારીને પગલે લોકડાઉન જેવી સ્થિતિમાં મેળા તેમજ ધાર્મિક જમાવળાઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો પરંતુ આ વખતે પણ કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને પગલે તરણેતરનો મેળો રદ કરવાનો સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસને નિર્ણય લીધો હતો. મંદિરમાં માત્ર ધ્વજારોહણ અને પૂજા અર્ચના કરવા માટેની જ પરમિશન આપવામાં આવી છે.
શ્રાવણમાસમાં યોજાતા તરણેતર લોકમેળાનું વિષેશ મહત્વ છે. સૌરાષ્ટ્રમાં શ્રાવણ અને ભાદરવા માસમાં નાના મોટા મેળા યોજાતા હોય છે. જેમાં તરણેતરનો મેળો વિશ્વ પ્રસિદ્ધ માનવામાં આવે છે. કોરોનાની ત્રીજી લહેરને ધ્યાને લઇ રાજકોટ, જામનગર અને પોરબંદર બાદ સુરેન્દ્રનગરમાં પણ મેળા યોજવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના મેળા ખૂબ જ પ્રસિદ્ધ છે અને લાખો લોકો જન્માષ્ટમીના મેળામાં ભાગ લેતા હોય છે, ત્યારે સૌરાષ્ટ્રના મેળાના માણીગરો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. સતત બીજા વર્ષે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રદ્દ કરાયો છે. રાજકોટના રેસકોર્સમાં વર્ષોથી લોકમેળો ભરાય છે . કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે વહિવટી તંત્રએ નિર્ણય લીધો છે. લોકોએ જન્માષ્ટમીની ઉજવણી ઘરે રહીને જ કરવી પડશે. જીલ્લામાં ઘેલા સોમનાથ-ઇશ્વરીયા-ઓસમ ડુંગર સહિત એક પણ મેળા નહિ થાય. રાજકોટ કલેકટર અરૂણ મહેશબાબુ સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ પહેલા પોરબંદરમાં પણ લોકમેળો નહીં યોજવાની જાહેરાત થઈ ચૂકી છે.
મહિલા પીએસઆઇએ નોંધાવી ફરિયાદ
અમદાવાદમાં એક મહિલા પીએસઆઇના નામે અશ્લીલ મેસેજ ફરતો થતા ખળભળાટ મચી ગયો છે. આ અંગે મહિલા પીએસઆઇએ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહિલા પીએસઆઇએ અશ્લીલ મેસેજ વાયરલ કરનાર અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. અશ્લીલ શબ્દોવાળો મેસેજ લખી એડિટિંગ કરી અન્ય વ્યક્તિને મોકલ્યો હતો. પીએસઆઇના નામે મેસેજ લખી વાયરલ કર્યો હતો. મહિલા પીએસઆઇએ આ અંગે ફરિયાદ નોંધાવતા નરોડા પોલીસે તપાસ હાથ ધરી છે.