AHMEDABAD : રાજ્ય સરકાર દ્વારા ‘વાંચે ગુજરાત’ અભિયાન  ચલાવવામાં આવી રહ્યુ છે પરંતુ રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી સ્કૂલો  અને કોલેજોમાં ગ્રંથપાલની નિમણૂંક કરવામાં આવી નથી. જેને કારણે સમગ્ર અભિયાન મૃતપ્રાય અવસ્થામાં ચાલ્યું ગયું  છે. ત્યારે તેને જીવંત બનાવવાની તાતી જરૂરિયાત છે. હાલમાં રાજયની સ્કૂલ-કોલેજોમાં 2  હજાર કરતા વધુ ગ્રંથપાલની જગ્યાઓ ખાલી છે.


15 વર્ષથી નથી થઇ ગ્રંથપાલની ભરતી 
સમાજ ઘડતરમાં પુસ્તકનો અમુલ્ય ફાળો છે. અને તે માટે વિદ્યાર્થીઓ લાયબ્રેરીમાં જાય તે પણ ખુબ જરૂરી છે, પરંતુ રાજ્યની પરિસ્થિતી એવી છે કે ગ્રાન્ટેડ સ્કૂલો અને કોલેજો અને યુનિવર્સિટીઓમાં બે હજારથી વધુની જગ્યાઓ પર લાયબ્રેરીયનની નિમણુંક છેલ્લા 15 વર્ષોથી કરવામાં  નથી આવી.


ગ્રાન્ટેડ સ્કૂલોમાં  1664 ગ્રંથપાલની જગ્યાઓ ખાલી
ગુજરાત માધ્યમિક બોર્ડે કાયદો પસાર કર્યો છે કે જે ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધો.11 અને 12માં 100 વિદ્યાર્થીઓ હોય અને 3 હજારથી વધુ પુસ્તકો હોય તો તે સ્કૂલને ગ્રંથપાલ મળવાપાત્ર છે. પરંતુ રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં  2009 બાદ ભરતી કરવામાં આવી નથી.  રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં  1664 ગ્રંથપાલની જગ્યાઓ ખાલી છે.
 
યુનિવર્સિટીઓ અને કોલેજોમાં સમાન સ્થિતિ
રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલો  જ નહી પરંતુ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પણ આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં કાયમી ગ્રંથપાલ અને ટેકનીશિયનની જગ્યાઓ ખાલી છે, અને હાલમા હંગામી લાયબ્રેરિયનથી કામ ચલાવવામાં  આવી રહ્યું છે. 


સેન્ટ્રલ યુનિવર્સિટીમાં શું થયું? 
સેન્ટ્રલ યુનિવર્સિટીની વાત કરવામા આવે તો સેન્ટ્રલ યુનિવર્સિટી દ્વારા બે બે વાર જાહેરાત આપવા છતા પણ ન તો ઉમેદવારોની સ્ક્રુટીની કરવામાં આવી કે ભરતી કરવામાં આવી. આને કારણે અનેક બીલીફ અને એમલીફ પાસ થયેલા ઉમેદવારો બેકાર બન્યા છે.


શું કહે છે નવી  શિક્ષણનિતી?
નવી શિક્ષણનિતીમાં સેલ્ફ લર્નીગ પર ભાર મુકવામાં આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓએ લાયબ્રેરીમા વિષય વાંચન માટે સમય ફાળવીને તેની કોમેન્ટ આપવાની રહે છે.  પરંતુ આ વિદ્યાર્થીઓ ત્યારે જ વાંચન કરી શકશે જ્યારે લાયબ્રેરીમાંથી વિદ્યાર્થીઓને કોઇ પુસ્તક કાઢી આપનાર હશે.


Education Loan Information:

Calculate Education Loan EMI