કોરોનાનું સંક્રમણ વધતા રાજ્યમાં લોકડાઉન અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યુ છે. નાયબ મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે હાલ ચાર મહાનગરો સહિત રાજ્યના 20 શહેરોમાં કોરોના કર્ફ્યુ છે અને સાથે જ અનેક ગામો પણ સ્વૈચ્છિક લોકડાઉન કરી રહ્યા છે. ત્યારે હાલમાં રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની કોઈ જરૂરીયાત નથી. સાથે જ નીતિન પટેલે એમ પણ જણાવ્યું કે લોકો જાતે જ સમજીને સ્વૈચ્છિક લોકડાઉન કરી રહ્યા છે. ત્યારે સરકાર અને જનતા સાથે મળીને જ કોરોના પર કાબુ મેળવી શકાય છે.
ગઈકાલે કોરોનાએ તમામ રેકોર્ડ તોડી દીધાં છે. ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 10340 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 110 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને 5377 પર પહોંચી ગયો છે.
રાજ્યમાં ગઈકાલે 3981 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 3,37,545 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 61 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 61647 પર પહોંચ્યો છે. જેમાંથી 329 લોકો વેન્ટિલેટર પર અને 61318 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 83.43 ટકા છે.
કોરોનાથી ક્યાં કેટલા મોત થયા ?
ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 27, સુરત કોર્પોરેશનમાં 24, રાજકોટ કોર્પોરેશન-9, વડોદરા કોર્પોરેશન-8, સુરેન્દ્રનગર 7, ગાંધીનગર-4, સુરત-4, ભરુચ-3, જામનગર-3, જામનગર કોર્પોરેશન-3, બનાસકાંઠા-2, મહેસાણા-2, મોરબી-2, રાજકોટ-2, સાબરકાંઠા-2, વડોદરા-2, અમદાવાદ-1, અરવલ્લી-1, દેવભૂમિ દ્વારકા-1, ગાંધીનગર કોર્પોરેશન-1 અને જૂનાગઢ-ખેડામાં એક-એક કેસ સાથે કુલ 110 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે.
ક્યાં કેટલા કેસ નોંધાયા ?
અમદાવાદ કોર્પોરેશનમાં 3641, સુરત કોર્પોરેશનમાં 1929, રાજકોટ કોર્પોરેશનમાં 683, સુરત-496, મહેસાણા-389, વડોદરા કોર્પોરેશનમાં 325, જામનગર કોર્પોરેશન-234, વડોદરા-184, પાટણ-158, જામનગર-132, રાજકોટ-128, ભાવનગર કોર્પોરેશન-114, બનાસકાંઠા-112, નવસારી-104, તાપી-99, અમરેલી-98, કચ્છ-94, સુરેન્દ્રનગર-92, આણંદ-91, મહીસાગર-89, ભાવનગર-84, સાબરકાંઠા-82, ગાંધીનગર-79, પંચમહાલ-74, ગાંધીનગર કોર્પોરેશન-71, જુનાગઢ-70, દાહોદ-69, ખેડા-69, વલસાડ-61, દેવભૂમિ દ્વારકા-60, ભરુચ-59, મોરબી-54 અને અમદાવાદમાં 53 કેસ નોંધાયા છે.
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 88,80,954 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 14,07,058 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,02,88,012 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના કુલ 65,901 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 43,966 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું.
ગુજરાતમાં છેલ્લા 18 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
નોંધાયેલા કેસ |
મોત |
18 એપ્રિલ |
10340 |
110 |
17 એપ્રિલ |
9541 |
97 |
16 એપ્રિલ |
8920 |
94 |
15 એપ્રિલ |
8152 |
81 |
14 એપ્રિલ |
7410 |
73 |
13 એપ્રિલ |
6690 |
67 |
12 એપ્રિલ |
6021 |
55 |
11 એપ્રિલ |
5469 |
54 |
10 એપ્રિલ |
5011 |
49 |
9 એપ્રિલ |
4541 |
42 |
8 એપ્રિલ |
4021 |
35 |
7 એપ્રિલ |
3575 |
22 |
6 એપ્રિલ |
3280 |
17 |
5 એપ્રિલ |
3160 |
15 |
4 એપ્રિલ |
2875 |
14 |
3 એપ્રિલ |
2815 |
13 |
2 એપ્રિલ |
2640 |
11 |
1 એપ્રિલ |
2410 |
9 |
કુલ કેસ અને મોત |
96,925 |
858 |