ગાંધીનગર: આગામી પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા નહીવત છે.  હવામાન વિભાગના અનુસાર હાલમાં વરસાદની એકપણ સિસ્ટમ સક્રિય નથી. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.  રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 79 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સરેરાશ કરતા વધુ વરસાદ વરસ્યો છે.  


દાહોદના વાતાવરણમાં પલટો આવ્યા બાદ અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. દાહોદના વસ્તી, મીરાખેડી, પાવડી, રેટિયા સહિતના વિસ્તારમાં વરસાદ  નોંધાયો છે. દાહોદ જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે. 


અમરેલી જિલ્લામાં ધીમીધારે વરસાદ વરસ્યો છે.  અમરેલી જિલ્લાના રાજુલા શહેરના અનેક વિસ્તારોમાં  વરસાદ પડ્યો છે. જિલ્લાના આસપાસના ગામડાઓમાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો છે. 


 સુરત શહેરમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે.  પીપલોદ, મજુરા, રાંદેર અને અઠવા ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.  રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે.  અચાનક વરસાદ શરૂ થતા નોકરિયાત વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે.  


હવામાન વિભાગના ડાયરેકટર મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ, કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ રહી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં સરેરાશ કરતા વધુ વરસાદ રહ્યો છે, સિઝનમાં પડતા વરસાદની સરખામણીએ 92 ટકા વરસાદ રહ્યો છે. અત્યાર સુધીમાં 70 ટકા વધુ વરસાદ રહ્યો છે. હાલ ગુજરાતને વરસાદ મળે તેવી એક પણ સિસ્ટમ સક્રિય નથી.




હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્રના દરિયા કાંઠના વિસ્તારમાં છૂટછવાયો વરસાદ પડી શકે છે. તેમજ કચ્છના કેટલાક જિલ્લામાં પણ હળવાથી મઘ્યમ વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી પણ ભારે વરસાદની શક્યતા છે.  સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયામાં તેજ પવન ફૂંકાવાની શક્યતાને પગલે માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 


રાજ્યમાં અત્યાર સુધી સૌથી વધુ કચ્છમાં 135 ટકા, તો સૌરાષ્ટ્રમાં 109 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 69, ઉત્તર ગુજરાતમાં 66 ટકા, તો મધ્ય ગુજરાતમાં સિઝનનો 63 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ચોમાસાના સિઝનમાં 46 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.  106 તાલુકામાં 20થી 40, તો 93 તાલુકામાં અત્યાર સુધીમાં 10થી 20 ઈંચ વરસાદ વરસી ચૂક્યો છે.


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial