રાજ્યમાં પાંચ દિવસ વરસાદની શક્યતા નહીવત્ છે. હાલ રાજ્યમાં વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય નથી.  હજી પણ રાજ્યમાં સુડતાળીસ ટકા વરસાદની ઘટ છે.  આ વર્ષે ઓછા વરસાદના એંધાણ છે. સૌરાષ્ટ્ર્ર સહિત રાજકોટમાં 50 ટકા વરસાદની ઘટ છે. ચોમાસાના 60 દિવસ બાદ પણ પુરતો વરસાદ ન પડતા ખેડૂતો ચિંતિત છે.  સૌરાષ્ટ્રના એક પણ જિલ્લામાં 50 ટકાથી વધારે વરસાદ નથી પડ્યો.  મોટા ભાગના જળાશયોના તળીયા દેખાયા છે. રાજ્યના અનેક જલાશયોમાં પુરતો પાણીનો સંગ્રહ થયો નથી. ત્યારે આજે વેધર વોચ ગ્રુપની બેઠક મળી હતી, જેમાં ક્યાં કેટલું વાવેતર થયું, અત્યાર સુધીમાં રાજ્યમાં કેટલો વરસાદ નોંધાયો વગેરે બાબતે ચર્ચા કરવામાં આવી હતી.


ચાલુ વર્ષે તા. તા.૨૩ ઓગસ્ટ ૨૦૨૧ સુધીમાં અંદાજીત ૮૦.૦૬ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન ૮૦.૬૪ લાખ હેક્ટર વાવેતર થયેલ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૯૩.૫૯ ટકા વાવેતર થયુ છે.


સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ના અધિકારી દ્વારા જણાવાયુ છે કે, સરદાર સરોવર જળાશયમાં હાલ ૧,૫૨,૫૪૪ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૪૫.૬૬ ટકા છે. સિંચાઇ વિભાગના અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, રાજયના ૨૦૬ જળાશયોમાં ૨,૮૨,૪૮૯ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે જે કુલ સંગ્રહ શકિતના ૫૦.૬૮ ટકા છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ-૦૭ જળાશય, એલર્ટ ૫ર કુલ-૦૮ જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર-૦૬ જળાશય છે.


રાહત કમિશનરએ જણાવ્યુ કે, આજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુધી રાજયમાં ૦૮ જિલ્લાના ૧૨ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે નવસારી તાલુકામાં ૧૩ મી.મી વરસાદ પડ્યો છે. રાજયમાં અત્યાર સુધી તા.૨૪/૦૮/૨૦૨૧ અંતિત ૩૫૦.૩૩મી.મી. વરસાદ થયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૪૦ મી.મી.ની સરખામણીએ ૪૧.૭૧ ટકા છે.



IMDના અઘિકારીશ્રીએ જણાવ્યુ છે કે, પાંચ દિવસની હવામાનની આગાહી જોતાં ગુજરાત રાજયમાં હાલ ઓછા વરસાદની સંભાવના છે જો કે આગામી સપ્તાહમાં દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની સંભાવના રહેલી છે. 


કૃષિ વિભાગના અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, ચાલુ વર્ષે તા. તા.૨૩ ઓગસ્ટ ૨૦૨૧ સુધીમાં અંદાજીત ૮૦.૦૬ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. ગત વર્ષે આ સમયગાળા દરમ્યાન ૮૦.૬૪ લાખ હેક્ટર વાવેતર થયેલ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૯૩.૫૯ ટકા વાવેતર થયુ છે.