ભૂજઃ ખાવડામાં માટી નીચે ડટાઇ જવાથી 3 બાળકોના મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. ગામ પાસે આવેલ નદીમાં 3 બાળકો રમવા ગયા હતા. નદી પાસે માટીનું દર બનાવી અંદર બેઠેલા બાળકો પર માટી ધસી પડતા દટાયા હતા.
મોડે સુધી બાળકો પરત ના આવતા ગ્રામજનો દ્વારા શોધખોળ સમયે ત્રણે બાળકો દટાયેલી હાલતમાં મળ્યા હતા. પોલીસે ઘટના સ્થળ પર પંચનામું કરી આગળની તપાસ હાથ ધરી હતી. હુશેનીવાઢ ધ્રોબાના ગામમાં 3 બાળકોના મોતથી શોકનું મોજું ફરી વળ્યું હતું.
કચ્છઃ નદી પાસે સુરંગ બનાવી રમી રહેલા 3 બાળકો માટી ધસી પડતા દટાયા, ત્રણેયના મોતથી અરેરાટી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Feb 2021 01:22 PM (IST)
મોડે સુધી બાળકો પરત ના આવતા ગ્રામજનો દ્વારા શોધખોળ સમયે ત્રણે બાળકો દટાયેલી હાલતમાં મળ્યા હતા. પોલીસે ઘટના સ્થળ પર પંચનામું કરી આગળની તપાસ હાથ ધરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -