હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ૯ જૂને અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ, જામનગર, કચ્છ એ 11 જિલ્લામાં ધોધમાર વરસાદ પડશે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, 'ગુજરાતમાં હાલ સમુદ્રથી 3.1 કિલોમીટરથી 3.6 કિલોમીટર વચ્ચેની ઊંચાઇએ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના પગલે અમદાવાદ-ગાંધીનગર-ખેડા-સુરેન્દ્રનગર-મોરબી-ભાવનગર-અમરેલી-રાજકોટ-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં દરિયા કિનારે આવેલા વિસ્તારોમાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેમજ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ સિવાય દક્ષિણ ગુજરાતમાંથી સુરત, વલસાડ, નવસારીમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે. '