કોરોનાની ત્રીજી લહેર અને દર વર્ષે કોરોનાની બે લહેર આવશે. આ નિવેદન આપ્યુ છે રાજકોટ એઈમ્સના એક્ઝિક્યુટિવ ડાયરેકટર CDS કટોચે. રાજ્યમાં હાલમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે. દિવસેને દિવસે કોરોનાના કેસમાં ઘટાડો આવી રહ્યો છે. એવામાં રાજકોટ એઈમ્સના એક્ઝિક્યુટિવ ડાયરેકટર CDS કટોચે નિવેદન આપ્યુ છે કે દેશમાં કોરોનાની ત્રીજી લહેર ચોક્કસ આવશે અને દર વર્ષે કોરોનાની બે લહેર આવશે. તો ત્રીજી લહેરની સૌથી વધુ અસર થવાની વાતનું CDS કટોચે ખંડન કર્યુ અને કહ્યુ કે આ વાત ખોટી છે.


રાજકોટ એઇમ્સ ના એક્ઝિક્યુટિવ ડાયરેકટર સિડીએસ કટોચએ ગઈકાલે નિવેદન આપ્યું હતું કે, એઇમ્સ નું નિર્માણ કાર્ય જોરશોરમાં ચાલી રહ્યું છે. 500 જેટલા મજૂરો દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. ઓક્ટોબર નવેમ્બર 2022 સુધીમાં નિર્માણ કાર્ય સંપૂર્ણ પણે પૂરું કરી દેવામાં આવશે. કોરોના કાબૂમાં આવતા મજૂરો ની સંખ્યામાં વધારો કરવામાં આવશે. ડિસેમ્બર સુધીમાં ઓપીડી શરૂ કરવામાં આવશે.


આગામી સમયમાં એઇમ્સની બીજી બેચ માટેના વિદ્યાર્થીઓને અપાશે પ્રવેશ. એમ્સના ડાયરેક્ટરે કોરોનાં ની ત્રીજી લહેર વિશે પણ વાતચીત કરી હતી. કોરોનાની ત્રીજી વેવ ચોક્કસ આવશે. ઓક્સિજન બેડ સહિતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. દર વર્ષે કોરોના ની બે જેટલી વેવ આવશે. મ્યુકરના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે. ત્રીજી વેવ સૌથી વધુ બાળકોને અસર તે વાત સાવ ખોટી છે, તેમ એમ્સના ડાયરેક્ટરે જણાવ્યું હતું.


રાજ્યમાં ગઈકાલે 2869 નવા કેસ નોંધાયા છે અને 33 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9734  પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં ગઈકાલે 9,302 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.


રાજ્યમાં અત્યાર સુધી 7,42,050 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 49052 પર પહોંચ્યો છે. જેમાંથી 583 દર્દી વેન્ટિલેટર પર અને 48499 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 92.66  ટકા છે. 


ક્યાં કેટલા કેસ નોંધાયા ?


વડોદરા કોપોરેશન 375, અમદાવાદ કોપોરેશન 338, સુરત કોપોરેશન 208, વડોદરા 155, રાજકોટ કોર્પોરેશન 115, સુરત 115,  જુનાગઢ કોપોરેશન 97, જુનાગઢ 96, પોરબંદર 86, ભરુચ 74,  પંચમહાલ 73, ગીર સોમનાથ 69,  સાબરકાંઠા 68, અમરેલી 67, બનાસકાંઠા 67,  મહેસાણા 65,ખેડા 63,  દેવભૂમિ દ્વારકા 58, નવસારી 58, રાજકોટ 58, કચ્છ 57, આણંદ 48, મહિસાગર 45, વલસાડ 41, જામનગર કોપોરેશન 38, પાટણ 35,  અરવલ્લી 33, સુરેન્દ્રનગર 33, ભાવનગર કોર્પોરેશન 31,  જામનગર 31,  ગાાંધીનગર 30, ગાંધીનગર કોર્પોરેશન 28,   નર્મદા 28, દાહોદ 22, ભાવનગર 19, અમદાવાદ 14, છોટા ઉદેપુર 12, મોરબી 9, તાપી 8, બોટાદ 2 અને ડાંગમાં 0 કેસ સાથે કુલ 2869  નવા કેસ નોંધાયા છે.


ક્યાં કેટલા મોત થયા ?


વડોદરા કોપોરેશન 2, અમદાવાદ કોપોરેશન 6, સુરત કોપોરેશન 2, વડોદરા 2, રાજકોટ કોર્પોરેશન 1, સુરત 2,  જુનાગઢ કોપોરેશન 0, જુનાગઢ 0, પોરબંદર 1, ભરુચ 2,  પંચમહાલ 0, ગીર સોમનાથ 0,  સાબરકાંઠા 2, અમરેલી 1, બનાસકાંઠા 0,  મહેસાણા 2,ખેડા 0,  દેવભૂમિ દ્વારકા 1, નવસારી 1, રાજકોટ 1, કચ્છ 0, આણંદ 0, મહિસાગર 2, વલસાડ 0, જામનગર કોપોરેશન 1, પાટણ 0,  અરવલ્લી 0, સુરેન્દ્રનગર 0, ભાવનગર કોર્પોરેશન 1,  જામનગર 1,  ગાાંધીનગર 1, ગાંધીનગર કોર્પોરેશન 0,   નર્મદા 0, દાહોદ 0, ભાવનગર 1, અમદાવાદ 0, છોટા ઉદેપુર 0, મોરબી 0, તાપી 0, બોટાદ 0 અને ડાંગમાં 0 મોત  સાથે કુલ 33  મોત નોંધાયા છે.


રાજ્યમાં ગઈકાલે કુલ  2,26,603 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે, રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે.  રાજયમાં સાજા થવાનો દર  92.66 ટકા છે.