Gujarat Weather: મોનસૂને ગુજરાતમાં 2 દિવસ પહેલા જ દસ્ક્ત દીધી પરંતુ હજુ પણ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નથી નોંધાયો. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 29 જૂનથી મોનસૂન ગતિ પકડે અને વરસાદમાં વધારો થવાની આગાહી કરી છે.  ખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને એક નવું અને મોટું અનુમાન જાહેર કર્યું છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી દિવસોમાં ગુજરાતમાં  મઘ્યમ વરસાદ વરસી શકે છે.

Continues below advertisement

 

Continues below advertisement

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, 29 જૂનથી લઈને 7 જુલાઈ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની પ્રબળ શક્યતા છે. ખાસ કરીને ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતમાં મેઘ મહેર જોવા મળશે. ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે પણ રાહતના સમાચાર છે, કારણ કે ત્યાં હવે વાવણીલાયક વરસાદ થવાનું અનુમાન છે.

આ વિસ્તારોમાં વરસશે વરસાદહવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે  મધ્ય  ઉત્તર ગુજરાતમાં વરસાગદની શક્યા વ્યક્ત કરી છે. જેમાં  અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી અને સાબરકાંઠાનો સમાવશે થાય છે. પૂર્વ ગુજરાતને  પણ જૂનના અંતમાં મોનસૂન આવરી લેશે,  મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં 29 જૂનથી મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે.આ સમય દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગ અંબાલાલે વ્યક્ત કર્યું છે. 

અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આ સમયગાળા દરમિયાન બંગાળની ખાડીમાં એક  સિસ્ટમ સક્રિય થવા જઈ રહી છે, જેના કારણે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાશે. એટલું જ નહીં, કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અતિભારે વરસાદ પણ પડી શકે છે.

આ પણ વાંચો: Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં આજે વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

અંબાલાલ પટેલની આગાહી મુજબ ખેડૂતો અને સામાન્ય જનતા માટે રાહતની વાત એ છે કે, આ વરસાદી માહોલ માત્ર જુલાઈની શરૂઆતમાં જ નહીં, પણ ઓગસ્ટ મહિનામાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસાદ વરસી શકે છે. અલનીનોની અસરના કારણે હવામાન નિષ્ણાતોનું માનવું છે કે આ વર્ષે વરસાદ ઓછો પડશે અને વરસાદની ઘટ વર્તાશે. ગુજરાતમાં મોનસૂન પહોંચ્યા બાદ પણ હજુ રાજ્યના મોટાભાગના જિ્લ્લા કોરા છે. જો કે રાહતના સમાચારે એ છે કે, હવામાન વિભાગે પણ જુલાઇના પહેલા સપ્તાહમાં રાજ્યમાં  સારા વરસાદની શક્યતા વ્યકત કરી છે.