Crime News: લગ્નને હિન્દુ ધર્મમાં એક સંસ્કાર  માનવામાં આવે છે. જો કે લગ્નની પરંપરાને લાંછન લગાડતા અનેક કિસ્સા છાશવારે પ્રકાશમાં આવતા રહે છે. આવો જ કિસ્સો મહેસાણા પોલીસે  ઝડપી પાડ્યો છે. જેમાં લગ્ને લગ્ને કુંવારી દુલ્હને એક નહિ 15 યુવકને લગ્નનની જાળમાં ફસાવીને 52 લાખ લૂંટ્યાં છે. તપાસ કરતા જણાવા મળ્યું છે કે,  લૂંટેરી દુલ્હનની એક પુરી ગેંગ છે. જે લગ્નની આડમાં લૂંટ ચલાવતી હતી. જેના 15 યુવક ભોગ બન્યાં છે. પોલીસે લૂંટેરી દુલ્હન સહિત 4 લોકોની ધરપકડ કરી છે. આ યુવતી રૂપિયા લઇને લગ્ન કર્યાં બાદ દુષ્કર્મનો આરોપ લગાવવાની પણ ધમકી આપતી હતી. 

Continues below advertisement


સમગ્ર ઘટનાની વાત કરીએ તો લગ્ન માટે કન્યાની શોધ કરતા યુવકોને આ ટોળકી શોધી કાઢતી હતી. લગ્ન બાદ માલ લૂંટીને યુવતી દરેક લગ્ન બાદ ફરાર થઇ જતી હતી. જ્યારે પીડિત યુવકો આ મામલે પૈસા પરત કરવાની માંગણી કરતા તો આ યુવતી દુષ્કર્મનો આરોપ લગાવાવની ધમકી આપતી હતી ઉલ્લેખનિય છે કે, યુવકના 12 ઓગસ્ટ 2024ના રોજ અમદાવાદની ચાંદની રમેશભાઇ રાઠોડ સાથે થયા હતા. લગ્ન પહેલાં અને લગ્ન વખતે આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂપિયા પાંચ લાખ, સોના-ચાંદીના દાગીના, કપડાં અને મોબાઇલ ફોન મેળવ્યા હતા.લગ્નના માત્ર ચાર દિવસ બાદ જ ચાંદનીના કથિત બનેવી રાજુભાઇ ઠક્કર આદીવાડા ગામે આવ્યા અને ચાંદનીના પિતા બીમાર હોવાનું કહી તેણીને પોતાની સાથે લઇ ગયા હતા. ત્યાર બાદ ચાંદની ઘરે પરત ન આવતા અને મોબાઈલ બંધ આવતા ફરિયાદીને શંકા ગઈ.તપાસ કરતાં ફરિયાદીને જાણવા મળ્યું કે, ચાંદની રાઠોડ અને રાજુભાઈ ઠક્કર (જેણે બનેવીની ખોટી ઓળખ આપી હતી) હકીકતમાં દલાલ હતા. ચાંદનીની માતા સવિતાબેન અને અન્ય એક આરોપી રશ્મિકા પણ આ કૌભાંડમાં સામેલ હતા આ ચારેય ભેગા મળીને ફરિયાદી સાથે ઠગાઈ કરી હતી. આ કેસની તપાસ દરમિયાન પોલીસને અન્ય ચોંકાવનારી માહિતી પણ સામે આવી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું કે માત્ર આ એક પુરૂષ નહિ પરંતુ આ યુવતીએ 15 યુવક સાથે લગ્ન કરીને તેમની સાથે ઠગાઇ કરી હતી.  આ લોકો જુદા જુદા જિલ્લાઓમાં લગ્ન કરવા ઈચ્છુક લોકોને ટાર્ગેટ કરતી હતી. તેઓ ખોટા નામે આધાર કાર્ડ અને એલ.સી. બનાવી, આ ગોરખધંધો ચલાવતા હતા. 


તપાસકર્તાં પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ યુવતીએ કુલ 15 લગ્ન કર્યા છે.દરેક જગ્યાએથી પૈસા પડાવ્યાં હતા અને લગ્ન બાદ રકમ મળી જતાં તે ફરાર થઇ જતી હતી. દરેક લગ્ન દરમિયાન તે ફેક આઇડી બનાવીને રજૂ કરતાં હતા.  .આટલા લગ્ન દરમિયાન આ ટોળકી એ અંદાજે 52 લાખ અને અન્ય દાગીના પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.ચારે આરોપી પાંચ દિવસના રિમાન્ડ ઉપર છે અને આ આરોપીઓએ વાવ થરાદ,સાબરકાંઠા,પાટણ,અમદાવાદ,રાજકોટ, અમદાવાદ શહેર,ગીર,સોમનાથ, ખેડા,મહેસાણા, મોરબી,ગાંધીનગર આ તમામ જિલ્લાઓમાં લગ્ન કર્યા હતા. ફરિયાદ બાદ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થતાં અન્ય પીડિતોની કહાણી પણ સામે આવી રહી છે. જેમણે આ ગંગે લગ્નની આડમાં લૂંટ્યાં હતા.