અન્ય ધોરણોની વાર્ષિક પરીક્ષા જે એપ્રિલમા લેવાતી હતી તે પણ જૂન 2021માં લેવાઇ શકે છે એ જોતાં વિદ્યાર્થીઓએ ભયંકર ગરમીમાં પરીક્ષા આપવા જવું પડશે ને તેમની હાલત બગડી જશે.
ગુજરાત સરકાર દિવાળી પછી શૈક્ષણિક સત્ર લાંબુ રાખવા માંગે છે. બીજુ સત્ર 150થી 155 દિવસનું હશે કે જેથી જેથી આગળના સત્રમાં જે સમય વેડફાયો તેની ભરપાઇ કરી શકાય. નવેમ્બરના અંતમાં સ્કૂલો ખૂલશે એ જોતાં એ પછીના પાંચ મહિના મમતલબ કે એપ્રિલના અંત સુધી સ્કૂલોમાં જવું પડશે. ગુજરાતમાં એપ્રિલમાં ગરમી અસહ્ય બનતી હોય છે એ જોતાં વિદ્યાર્થીઓની હાલત બગડી જશે. સરકાર દિવાળી વેકેશન પછી ધોરણ 9થી ધોરણ 12ના વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવી શકે છે. આ વર્ષે ગુજરાતની સ્કૂલોમાં બે અઠવાડીયા વહેલુ દિવાળી વેકેશન આપી દેવા. આ વખતે 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી દિવાળી વેકેશન છે.
છેલ્લા સાત મહિનાથી સ્કુલો અને કોલેજો બંધ, વિધ્યાર્થીઓના ઓનલાઇન ક્લાસ લેવામાં આવે છે અને પરીક્ષા પણ ઓનલાઇન થાય છે. આ કારણે રાજ્યમાં પહેલી વાર દિવાળી વેકેશન તહેવારોના બે અઠવાડીયા પહેલા શરુ થયુ છે. તેના પરથી સપષ્ટ સંકેત મળે છે કે, દિવાળી પછી સ્કુલો ખુલી શકે છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને સંલગ્ન શાળાઓનુ શૈક્ષણિક વર્ષ સામાન્ય રીતે બે સત્રમા વહેચાયેલુ હોય છે. પહેલુ સત્ર જૂન મહિનામા શરૂ થાય છે અને 105 દિવસનુ હોય છે. આ સત્ર 21 દિવસના દિવાળી વેકેશન સાથે પુરુ થાય છે. સામાન્ય રીતે 21 દિવસનુ વેકેશન દિવાળીના બે ત્રણ દિવસ પહેલાં શરુ થાય છે . અને દેવદિવાળીની આસપાસ સમાપ્ત થાય છે પણ આ વખતે કોરોનાના કારણે કાર્યક્રમ બદલાયો છે.