Paper Cancel :ઘોરણ 12ની સંસ્કૃતની પરીક્ષાનું પેપર રદ થયું છે. આ વિષયની પરીક્ષા હવે 19 માર્ચે લેવાશે.


ધોરણ 12ના સંસ્કૃત વિષયનું પેપર રદ થયું છે. આ પેપરમાં 90 ટકા પ્રશ્નો કોર્સ બહારના પૂછાયા હોવાથી આ મુદ્દે વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો અને આ મામલે ફરિયાદ પણ કરી હતી. બાદ પેપર મોકૂફ રાખવામાં આવ્યું હતું અને ફરી 29 માર્ચે આ પરીક્ષાનું પેપર લેવાનો નિર્ણય લેવાયો છે.


વધુ એક પરીક્ષામાં છબરડાની ઘટના સામે આવી છે. ધોરણ 12ની સંસ્કૃતિ પરીક્ષામાં કેટલાક પ્રશ્નો અભ્યાસક્રમ બહારના હતા. આ કારણે વિદ્યાર્થીઓના હિતને જોતા  ફરી નિર્ણય લેવાયો છે. ફરી સંસ્કૃત વિષયની પરીક્ષા 29 માર્ચે લેવાશે.


Crime News: જૂનાગઢના કેશોદમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતી પર કર્યો હુમલો


જૂનાગઢના કેશોદમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી યુવતી પર હુમલો કર્યો હતો. મળતી જાણકારી અનુસાર, જૂનાગઢના કેશોદમાં એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતી પર હુમલો કર્યો હતો. ઘાયલ યુવતી હાલમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આરોપી યુવક સાસણનો રહેવાસી છે. આરોપી સાસણથી કેશોદ આવી યુવતીના ઘરે પહોંચ્યો હતો અને લગ્ન માટે બોલાચાલી કરી હતી અને બાદમાં યુવતીને 18 જેટલા તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા હતા. જેથી યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. બાદમાં તેને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે.


Mahisagar: ફરવાના બહાને યુવતીને જંગલમાં લઇ ગયો યુવક, ગુજાર્યો બળાત્કાર


મહીસાગરમાં બાલાસિનોર શહેરમાં ફરવાના બહાને યુવતીને જંગલમાં લઈ જઈ દુષ્કર્મ આચરનાર યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મળતી જાણકારી અનુસાર, મહીસાગરના બાલાસિનોરમાં યુવક હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી યુવતીને ફરવાના બહાને જંગલ વિસ્તારમાં લઈ ગયો હતો. જ્યાં યુવકે યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. જેને લઇને યુવતીએ પોલીસ ફરિયાદ કરતા આરોપી અજય વાઘેલા નામના યુવકની અટકાયત કરવામાં આવી હતી.


Rajkot: પાંચ લાખની લાંચ લેતા ઝડપાયેલા અધિકારીના મોત પર વિવાદ, CBIએ ઝડપ્યા હતા


રાજકોટઃ રાજકોટમાં પાંચ લાખની લાંચ લેતા ઝડપેલા કેન્દ્રીય અધિકારી જાવરીમલ બિશ્નોઈનું મોત થયું છે.ગઈકાલે DGFT એટલે કે, ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડની ઓફિસના ઓફિસર જાવરીમલ બિશ્નોઈને પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા સીબીઆઇએ ઝડપી લીધા હતા. રાજકોટના ગિરનાર ટોકીઝની બાજુમાં આવેલા ડીજીએફટી ઓફિસના ચોથા માળે ઓફિસ સીલ કરી સીબીઆઇએ ઝડપી લીધા હતા.


જો કે આજે સવારે તેઓ શંકાસ્પદ હાલતમા મળી આવ્યા હતા. બાદમાં તેમને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. જો કે સીબીઆઇના અધિકારી પર મૃતક અધિકારીના સગાએ આરોપ લગાવ્યો હતો. જો કે હાલ તો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.