Corona virus:ચીનમાં કોરોનાના વધતા જતાં કેસે સમગ્ર દુનિયામાં ફરી એકવાર દહેશત ઉભી કરી છે. ચીનમાં ઓમિક્રોના બીએફ.7 વેરિયન્ટે હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં નવા વેરિયન્ટના 2 કેસ  નોંધાયો છે.


ગુજરાતમાં પણ એક બાદ એક નવા કોરોનાના વેરિયન્ટના કેસ નોંધાઇ રહ્યાં છે. ઓમિક્રોનના સબ વેરિયન્ટ બીએફ.7એ ચીન, જાપાન, અમેરિકા સહિતના દેશોમાં ફરી હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં પણ આ વેરિયન્ટના 2 કેસની પુષ્ટી થઇ છે.  પહેલો કેસ વડોદરા, બીજો કેસ અમદાવાદમાં નોંધાયો છે. ભાવનગર શહેરમાં ચીન થ આવેલા એક શખ્સને કોરોના પોઝિટિવ આવતા તંત્ર લાગ્યું કામે છે. ચીન આવેલા વ્યક્તિનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ આવતા યુવકને હોમ આઇસોલેશન કરવામાં આવ્યો છે, યુવકનાં પોઝિટિવ લક્ષણો જણાવતા BF.7 ની જિનોમ સિકવન્સ  માટે રિપોર્ટ ગાંધીનગર મોકલવામાં આવ્યો છે. ઉલ્લેખનનિય છે કે. બે દિવસ પૂર્વે 34 વર્ષીય એક યુવાન ચીન થી ભાવનગર આવ્યો હતો


coronavirus: કોરોનાની આશંકા વચ્ચે રાજ્યની હોસ્પિટલો સજ્જ, અમદાવાદ, રાજકોટ, સુરત સિવિલમાં શરૂ કરાયા કોવિડ વોર્ડ


ગાંધીનગરઃ ચીન સહિત સમગ્ર દુનિયામાં કોરોના વાયરસના કહેરના કારણે ગુજરાત સરકાર પણ સક્રીય બની છે. કોરોના સંક્રમણની આશંકા વચ્ચે રાજ્યની હોસ્પિટલો સજ્જ થઈ રહી છે.  સોલા સિવિલ હોસ્પિટલમાં અત્યારથી જ કોવિડ વૉર્ડ કાર્યરત કરી દેવાયો છે. હાલ પ્રાથમિક તબક્કામાં 56 બેડનો કૉવિડ વૉર્ડ તૈયાર કરાયો છે.  જે પૈકી શંકાસ્પદ અને પોઝિટિવ દર્દી માટે 20-20 બેડ જ્યારે 16 ICU બેડ કાર્યરત કરાયા છે. હાલ કોરોના સંક્રમણ નિયંત્રણમાં છે. જોકે સાવચેતીના ભાગરૂપે પ્રશાસને કોવિડ વૉર્ડ ઉપરાંત જરૂરી દવાઓનો સ્ટોક કરી લેવાયો છે. તો હોસ્પિટલ સ્ટાફને સ્ટેન્ડ બાય રહેવાના આદેશ કરી દેવાયા છે.


વડોદરામાં પણ ગોત્રી ખાતે આવેલી GMERS હોસ્પિટલમાં 10 બેડનો કૉવિડ વૉર્ડ કાર્યરત કરી દેવાયો. તો આવનારા દિવસોમાં 70થી 100 બેડનો કૉવિડ વૉર્ડ શરૂ કરાશે.  આ ઉપરાંત ગોત્રી હોસ્પિટલ્સ ખાતે 10 ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરાયા છે. જે પૈકી આઠ પ્લાન્ટ કાર્યરત છે. જ્યારે બે પ્લાન્ટ મેઈન્ટેનન્સ હેઠળ છે.  તો હાલ આરોગ્ય વિભાગે ગોત્રી હોસ્પિટલ અને સયાજી હોસ્પિટલમાં કોવિડના ટેસ્ટિંગ અને બુસ્ટર ડોઝ આપવાની કામગીરી પણ શરૂ કરી દીધી છે.


ભાવનગર મહાપાલિકાના કમિશનર વી.એન. ઉપાધ્યાય અને સિવિલ સર્જન બ્રહ્મભટ્ટ આજે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં સિવિલ હોસ્પિટલમાં ઉભા કરાયેલા ઓક્સિજન પ્લાન્ટની પણ મુલાકાત કરી હતી.  ભાવનગર સિવિલમાં દર મીનિટે 2 હજાર લીટર ઓક્સિજન ઉત્પન્ન કરતો ઓક્સિજન પ્લાન્ટ છે. તો દૈનિક કોરોના ટેસ્ટિંગની સંખ્યા 500થી વધારીને 1 હજાર કરવાની સૂચના આપી છે. તો કોરોનાના સંક્રમણની ભીતિ વચ્ચે બનાસકાંઠામાં જિલ્લામાં બેદરકારી સામે આવી છે. વડગામ તાલુકાના છાપીમાં આવેલો સૌથી મોટો ઓક્સિજન પ્લાન્ટ બંધ હાલતમાં જોવા મળ્યો હતો.


સુરત મનપાના રાંદેર ઝોનમાં ડેપ્યુટી કમિશનર આશિષ નાયકની ઉપસ્થિતિમાં આરોગ્ય વિભાગ તથા નિષ્ણાંત તબીબોની બેઠક બોલાવાઈ હતી. જેમાં અડાજણ, પાલ, વેસુ અને પાંડેસરામાં 50-50 બેડની ચાર હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. તો હોસ્પિટલમાં ઓક્સિજન બેડ, જરૂરી દવા અને ઈંજેકશનનો જથ્થો ઉપલબ્ધ કરવાના પણ આદેશ અપાયા તો આરોગ્ય વિભાગને ફરીથી કોરોના ટેસ્ટિંગ પર ભાર મૂકવા તાકીદ કરવામાં આવી છે.