Gujarat Rain Live Updates: સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ, કીમના મહાદેવ મંદિરમાં ભરાયા પાણી
Gujarat Rain Live Updates: હજુ આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
બ્રેકગ્રાઉન્ડ
Gujarat Rain Live Updates: બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમને કારણે નૈઋત્યનું ચોમાસું મજબૂત બન્યું છે. ગુજરાતમાં ચોમાસું બેઠું ત્યારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હજુ આગામી ચાર દિવસ ભારે...More
બે ઈંચ વરસાદમાં પાટણ શહેરમાં પાણી ભરાયા હતા. પદ્મનાથથી રામનગરને જોડતા રોડ પર પાણી ભરાયા હતા. પાંચ ગામને જોડતો રસ્તો જળમગ્ન થયો હતો. પાણી ભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જૂનાગઢના વિસાવદરમાં મૂશળધાર વરસાદ વરસ્યો હતો. 4.13 ઈંચ વરસાદથી વિસાવદર પાણી પાણી થયું હતું. વિસાવદરના ગ્રામ્ય વિસ્તારના માર્ગો પાણીમાં ગરકાવ થયા હતા. વિસાવદરના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાયા હતા.
નવસારીમાં ધોધમાર વરસાદથી નદીઓની સપાટીમાં વધારો થયો છે. કાવેરી અને અંબિકા નદીની જળ સપાટીમાં વધારો થયો છે. અંબિકા નદીની જળ સપાટી 16 ફૂટ, કાવેરી નદીની જળ સપાટી 17 ફૂટ પહોંચી હતી. કાવેરી, અંબિકા નદીની જળ સપાટી વધતા પ્રશાસન એલર્ટ મોડ પર છે. વહીવટી પ્રશાસને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ શરૂ કર્યો હતો.
રાજકોટના ઉપલેટામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉપલેટાના મોટી પાનેલી ગામમાં ભારે વરસાદ વરસ્યો હતો. મોટી પાનેલી ગામમાં રસ્તા પર નદીની માફક પાણી વહેતા થયા હતા. ઉપલેટાના મજેઠી,તલગંણા, કુઢેચ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.
રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઢાંઢણી, અણીયારા, ત્રંબા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો.
અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્ધારા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે હવે બાળકોના અભ્યાસ ઉપર પણ તેની વિપરીત અસર પડી રહી છે. સીટીએમ વિસ્તારમાં આવેલા શૈક્ષણિક સંકુલમાં ધ મધર ઇંગ્લિશ સ્કૂલ, અર્ચના વિદ્યાલય અને ઉદગમ વિદ્યાલય એમ ત્રણ સ્કૂલ ચાલે છે જેમાં અંદાજિત 900 બાળકો અભ્યાસ કરે છે શાળાના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા તમામ વર્ગખંડ અને અન્ય રૂમમાં પાણી ભરાયા હોવાથી બાળકોને આજના દિવસની રજા આપી દેવામાં આવી છે.
અમદાવાદમાં AMCના પાપે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો. ઓઢવમાં ખાડામાં ભરાયેલા પાણીમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. અંબિકાનગરમાં એક વ્યક્તિ બાઈક સાથે ખાડામાં પટકાયો હતો. 10 કલાકની જહેમત બાદ મનુભાઈ પંચાલનો મૃતદેહ બહાર કઢાયો હતો. ગઈકાલે રાત્રે 8.54 કલાકે ઓઢવ ફાયરને રેસ્ક્યૂનો કોલ મળ્યો હતો. આજે વહેલી સવારે મૃતદેહ મળ્યો હતો.
સુરત જિલ્લાના ઓલપાડમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કુડસદ જીઆઈડીસીમાં પાણી ભરાયા હતા. રસ્તા પર કેડસમા પાણી ભરાયા હતા. અંકુર શોપિંગ સેન્ટરની દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા. નોકરીયાતો અને ધંધાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જૂનાગઢના વિસાવદરમાં મૂશળધાર વરસાદ વરસ્યો હતો. વિસાવદરમાં 2 કલાકમાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. 4 ઈંચ વરસાદથી વિસાવદરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. માળિયા હાટીનામાં 2.32 ઈંચ, મેંદરડા અને માણાવદરમાં 1-1 ઈંચ, અને જૂનાગઢના કેશોદમાં 1 ઈંચ વરસાદ વરસ્યો હતો
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી હતી. તેમણે આગાહી કરી હતી કે રાજ્યમાં 8 જુલાઈ સુધીમાં ભારે વરસાદ પડશે. આજે ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. મહેસાણા-પાટણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દાહોદ, પંચમહાલમાં પણ ભારે વરસાદની સંભાવના છે.
સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કીમના હરિહરેશ્વર મહાદેવ મંદિર અને રાધા ક્રિષ્ના મંદિરમાં પાણી ભરાયા હતા. ભારે વરસાદના કારણે મંદિર જવાના રસ્તે અને મંદિરના ગર્ભગૃહમાં પાણી ભરાયા હતા. પાણી ભરાઈ જવાને લઈ મંદિર આવતા ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મંદિર આસપાસની દુકાનો અને કાચા મકાનમાં પણ વરસાદના પાણી ભરાયા હતા.
ખાડીપૂરથી સુરતમાં સ્થિતિ વિકટ બની હતી. સુરતનું આખું કુંભારીયા ગામ પાણીમાં ગરકાવ થયું હતું. કુંભારીયા ગામમાં પહોંચી abp અસ્મિતાની ટીમ પહોંચી હતી. કુંભારીયા ગામમાં ઘરો,દુકાનો પાણીમાં ડૂબી ગઇ હતી. ઘરો પાણીમાં ગરકાવ થતા ઘરવખરીને મોટું નુકસાન થયું છે.
બંગાળની ખાડીમાં રચાયેલી સિસ્ટમને કારણે નૈઋત્યનું ચોમાસું મજબૂત બન્યું છે.ગુજરાતમાં ચોમાસું બેઠું ત્યારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હજુ આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. તો ભાવનગર, અમરેલી, સાબરકાંઠા, પંચમહાલ, નર્મદા, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
અમદાવાદના CTM વિસ્તારમાં આવેલા એક શૈક્ષણિક સંકુલમાં પાણી ભરાયા હતા. એક શૈક્ષણિક સંકુલમાં 3 શાળાઓમાં 900 વિધાર્થીઓ અભ્યાસ કરે છે. વરસાદના 12 કલાક બાદ પણ શાળાના વર્ગખંડમાં પાણી ભરાયેલા છે. શાળાના વર્ગખંડમાં પાણી ભરતા બાળકોને રજા આપવામાં આવી હતી. પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે બાળકોના અભ્યાસ પર અસર પડી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે બાળકોનો અભ્યાસ પણ બગડી રહ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાપે અમદાવાદના કઠવાડામાં સ્થિતિ વિકટ બની છે. AMCના પાપે મધુમાલતી આવાસમાં રહેતા લોકોની હાલત કફોડી બની છે. કાલે ખાબકેલા વરસાદથી મધુ માલતી આવાસોમાં પાણી ભરાયા હતા. વરસાદે વિરામ લીધા બાદ પણ મધુ માલતી આવાસ પાણીમાં ગરકાવ થયું છે. થોડા દિવસ પહેલા મધુ માલતી આવાસમાં એકનો જીવ ગયો હતો.
નવસારી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ચીખલી અને ખેરગામમાં 2 કલાકમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો. વાંસદા અને ગણદેવીમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. નવસારી શહેરમાં પણ સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. મંકોડિયા, જુનાથાણા, પેશન્ટ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
નવસારીના ચીખલીના આમધરા ગામમાં સ્કૂલમાં પાણી ભરાયા હતા. શાળામાં પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શાળા પ્રવેશોત્સવ પહેલા પાણી ભરાતા સમસ્યા વધી હતી.
સુરત જિલ્લાના ઓલપાડમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કુડસદ જીઆઈડીસીમાં પાણી ભરાયા હતા. રસ્તા પર કેડસમા પાણી ભરાયા હતા. અંકુર શોપિંગ સેન્ટરની દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા. નોકરીયાતો અને ધંધાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
સુરત જિલ્લાના ઓલપાડમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કુડસદ જીઆઈડીસીમાં પાણી ભરાયા હતા. રસ્તા પર કેડસમા પાણી ભરાયા હતા. અંકુર શોપિંગ સેન્ટરની દુકાનોમાં પાણી ઘૂસ્યા હતા. નોકરીયાતો અને ધંધાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
બારડોલી અને ઓલપાડમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. કીમ ગામ રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પાણી ભરાયા હતા. અમૃતનગર, વૈભવ લક્ષ્મી કોમ્પ્લેક્સ પાસે પાણી ભરાયા હતા. દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, વલસાડમાં વરસાદ વરસી રહ્યો છે. સવારે 6થી 8માં બારડોલીમાં સૌથી વધુ 3.27 ઈંચ વરસાદ, સુરતના મહુવામાં પોણા ત્રણ ઈંચ વરસાદ, સુરતના કામરેજમાં 2.09 ઈંચ વરસાદ વરસ્યો હતો.
સુરતના લિંબાયત મીઠી ખાડી વિસ્તારના રસ્તાઓ પર ખાડીપૂરના પાણી ફરી વળ્યા છે. તો અનેક સોસાયટીઓમાં પણ જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. ખાડીપુરથી અસરગ્રસ્તોની મદદે પ્રશાસન આવ્યું છે. અસરગ્રસ્ત લોકો સુધી પીવાનું પાણી, જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ ઉપરાંત અન્ય સેવા પહોંચાડવાની સૂચના અપાઈ છે.
અમદાવાદ શહેરમાં ગઇકાલે સાંજે બે કલાકમાં સરેરાશ દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. પૂર્વ વિસ્તારના મણીનગર અને ઓઢવમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વિરાટનગર, ગોમતીપુર, રખિયાલ વિસ્તારોમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. નરોડા, મેમકો, કોતરપુર સૈજપુર, એરપોર્ટ રોડ , સરદારનગર, નિકોલ, રામોલ, કઠવાડા, જમાલપુર, લાલદરવાજા, આસ્ટોડીયા, ઘોડાસર, ઇસનપુર, વટવા અને જશોદાનગર સહિતના વિસ્તારોમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. વસ્ત્રાલના અબજીબાપા લેક અને રતનપુરા તળાવ ગાર્ડન પાસે પાણી ભરાયા છે. ભારે વરસાદ પડવાના કારણે અમદાવાદ શહેરના મણિનગર દક્ષિણી, કુબેરનગર ITI અને મીઠાખળી અંડરપાસ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં ભારે વરસાદથી મહાકાય વૃક્ષ ધરાશાયી થયું હતું. શહેરના નારણપુરા વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયું હતું.
રાજ્યમાં સવારે 6થી 8માં 53 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, નવસારી, વલસાડમાં વરસાદ વરસ્યો હતો. બારડોલીમાં સૌથી વધુ 3.27 ઈંચ વરસાદ વરસ્યો હતો. તે સિવાય
સુરતના મહુવામાં પોણા ત્રણ ઈંચ વરસાદ, સુરતના કામરેજમાં 2.09 ઈંચ વરસાદ, ડોલવણમાં ખાબક્યો 1.77 ઈંચ વરસાદ, વાલોડમાં 1.38 ઈંચ વરસાદ, વલસાડના પારડીમાં ખાબક્યો 1.26 ઈંચ વરસાદ, નવસારીના ચીખલીમાં 1.06 ઈંચ વરસાદ, ખેરગામમાં 1.02 ઈંચ વરસાદ, સુરત શહેરમાં ખાબક્યો એક ઈંચ વરસાદ, વિજાપુર, વાંસદા, માંગરોળમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.
અમદાવાદ પૂર્વમાં હજુ અનેક ઠેકાણે વરસાદી પાણી ઓસર્યા નથી. વરસાદે વિરામ લીધાના કલાકો બાદ પણ પાણી ઓસર્યા નથી. CTMમાં એક શૈક્ષણિક સંકુલમાં વરસાદી પાણી ભરાયા હતા. શાળાના વર્ગખંડમાં પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. વર્ગખંડમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઇ રહી છે.
તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. છેલ્લા 2 કલાકમાં ડોલવણમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો.વાલોડમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો હતો. સતત વરસાદથી નદીઓમાં નવા નીરની આવક થઇ રહી છે.
સુરતના બારડોલીમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી બારડોલીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બારડોલીના જે.પી.નગરમાં વરસાદી પાણી ભરાયા હતા. બારડોલીના રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયા હતા.