બનાસકાંઠાઃ સ્વીફ્ટ કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4નાં મોતથી અરેરાટી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 28 Dec 2020 09:48 AM (IST)
બાઈક સવાર સહિત સ્વીફ્ટ કાર ચાલકના થઈને કુલ ચારના મોત થયા છે. આ ગોઝારી ઘટનામાં ભોગ બનનાર ત્રણ ખારા ગામના હોઈ ગામમાં ગમગીનીનો માહોલ છવાયો છે.
ભાભરમાં અકસ્માત થતાં ત્રણના મોત.
ભાભરઃ બનાસકાંઠા જિલ્લાના સરહદી ભાભર તાલુકામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ભાભરના ખારા ગામ પાસે સ્વીફ્ટ કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં 4 લોકોના મોત થયાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં ભાભર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકોની લાશને પી.એમ અર્થે હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. મોડી રાત્રે અકસ્માતની ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. અકસ્માત થતા ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. બાઈક સવાર સહિત સ્વીફ્ટ કાર ચાલકના થઈને કુલ ચારના મોત થયા છે. આ ગોઝારી ઘટનામાં ભોગ બનનાર ત્રણ ખારા ગામના હોઈ ગામમાં ગમગીનીનો માહોલ છવાયો છે.