મોરબી:  બિપરજોય  વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠે જોવા મળી રહી છે.  આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.   બિપરજોય વાવાઝોડું અને ભારે વરસાદની આગાહીના કારણે આવતીકાલે મોરબી જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર તમામ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં 13/06/2023 રજા જાહેર કરવામાં આવી છે. સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં તમામ કર્મચારીઓએ  ફરજ પર હાજર રહેવાનું રહેશે. 14/06/2023 અને તા.15/06/2023 ના રોજ પણ શાળાઓમાં રજા રાખવા માટેની સૂચના આપવામાં આવી છે. મોરબી જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આ સૂચના બહાર પાડવામાં આવી છે.

  


આ પહેલા રાજકોટ જિલ્લાની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી હતી, જૂનાગઢ જિલ્લામાં પણ વાવાઝોડાની અસરના પગલે રજા જાહેર કરવામાં આવી છે. 


વાવાઝોડાની અસરના પગલે ગુજરાતમાં  5 દિવસ ભારે વરસાદની આગાહી


બિપરજોય  વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠે જોવા મળી રહી છે.  આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે  ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં  વરસાદની સંભાવના છે. રાજ્યના અન્ય ભાગોમાં પણ બે દિવસ બાદ વરસાદની શક્યતા છે. 


કચ્છમાં ભારે વરસાદની આગાહી


બિપરજોય વાવાઝોડાને લઈને રાજ્યમાં દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  કચ્છમાં આજથી 3 દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની  આગાહી કરવામાં આવી છે.  કચ્છમાં ગુરૂવાર અને શુક્રવારના ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 


જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી


બિપરજોય વાવાઝોડાને લઈ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે અસર જોવા મળી રહી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.  જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. 


આ સિવાય હવામાન વિભાગે  આવતી કાલે (મંગળવારે) જામનગર,દ્વારકા, પોરબંદર , જૂનાગઢમાં  ભારે વરસાદની આગાહી કરી છે. બિપરજોય વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. 


ગુજરાત પર વાવાઝોડા બિપરજોયનો ખતરો વધ્યો છે. 15 જૂને વાવાઝોડું જખૌ પોર્ટ પરથી પસાર થાય તેવું ભારતીય હવામાનનું અનુમાન છે. 15 જૂને બપોર સુધીમાં પસાર થઇ શકે છે. 14 અને 15મી જૂને બિપરજોય વાવાઝોડુ માંડવી-કરાચી વચ્ચે ટકરાશે. ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડાના કારણે ભારે પવન જોવા મળી રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં  ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.