ભરૂચમાં અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા અને 12 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મળતી જાણકારી અનુસાર, ભરૂચના કંબોડીયા-ચાસવડ માર્ગ પર અકસ્માતમા ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે અન્ય  જણા ઘાયલ થયા હતા. રામાનંદ આશ્રમથી નવસારી જતા માર્ગ પર અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.


ગુજરાત  ATSએ પકડેલા 300 કરોડના ડ્રગ્સ કેસમાં મોટો ઘટસ્ફોટ, જાણો વિગતો


અમદાવાદ: ગુજરાતના મધદરિયે ગઈકાલે 300 કરોડના ડ્રગ્સની સાથે હથિયારો ઝડપાયા હતા. આજે ઘટસ્ફોટ થયો કે પાકિસ્તાની ડ્રગ્સ માફિયા હાજી સલીમ બ્લોચે ભારતમાં ડ્રગ્સ મોકલ્યું હતું. આ ડ્રગ્સનો જથ્થો સલાયા બંદર આસપાસ ઉતરવાનો હતો. પરંતુ તે પહેલા જ કોસ્ટગાર્ડ અને ગુજરાત  ATSએ સંયુક્ત ઓપરેશન પાર પાડી ડ્રગ્સ અને હથિયારો સાથે બોટ પર સવાર 10 પાકિસ્તાની નાગરિકોને દબોચી લીધા હતા.  જોકે, ડ્રગ્સ અને હથિયારો કોને સપ્લાય કરવાના હતા તેને લઈને પૂછપરછ ચાલી રહી છે. પાકિસ્તાનના ગ્વાદર પોર્ટથી ડ્રગ્સનો જથ્થો રવાના થયો હતો. બોટની અંદર ગેસના સિલિન્ડરમાં ડ્રગ્સનો જથ્થો સંતાડાયો હતો. 


ભારતીય કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ ભારત-પાકિસ્તાનની દરિયાઈ સરહદ નજીક  એક મોટું ઓપરેશન પાર પાડ્યું હતું. ઓખાના દરિયામાંથી 300 કરોડથી વધુનું 40 કિલો હેરોઈન ડ્રગ્સ ઝડપાપ્યું હતું. આ સાથે જ બોટમાં સવાર 10 પાકિસ્તાનીઓને હથિયારો સાથે ઝડપી લીધા હતા. સમગ્ર કેસમાં ડ્રગ્સની સાથે 6 પીસ્ટલ અને 120 કારતુસ પણ ઝડપાયા છે. જો.કે આ મામલે ગુજરાત પોલીસના DGP આશિષ ભાટીયાએ મહત્વના ખુલાસા કર્યા છે.


DGP આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે ઇન્ટર એજન્સી કોર્ડીનેશન દ્વારા ઉત્તમ ઉદાહરણ પુરું પાડવામાં આવ્યું છે. સમગ્ર ઓપરેશનની જે એમ પટેલ ગુજરાત ATSના પીઆઇને માહિતી મળી હતી. ડ્રગ્સ સાથે વેપન્સની ડિલિવરીની પણ થવાની હોવાની બાતમીના આધારે સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. 


DGP આશિષ ભાટિયાએ જણાવ્યું કે આ સમગ્ર ઓપરેશન ખાનગી રાહે પાંચથી છ દિવસ સુધી ચાલ્યું હતું. જેમાં એક ખુલાસો થયો છે કે ગેસ સીલન્ડરમાં વેપન રાખવામાં આવ્યા હતા. બોટમાં વપરાતા ગેસના બોટલમાં વેપન હતા. અલ સોહિલી નાનમી બોટમાંથી સમગ્ર મુદ્દામાલ પકડાયો છે. એટલું જ નહીં પાકિસ્તાનના બલુચિસ્તાનના 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમની પાસે 300 કરોડનો મુદ્દામાલ હતો. જે હાલ કબજે કર્યો છે. આરોપીઓ પાસેથી ઇટાલીયન મેડની પીસ્ટલ મેગઝીન અને કારતુસ પકડાયા છે. બોટને સમુદ્રમાંથી બહાર લવાઇ રહી છે. લેન્ડીગ થતાં પહેલાં જ હથિયારો પકડવામાં સફળતા મળી છે. બોટમાંથી મળી આવેલ 6 સેમીઓટોમેટીક પિસ્તોલ, 120 કારતૂસ અને 12 મેગઝિન પાકિસ્તાનીઓની સિનિયર અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે