અમદાવાદઃ રાજ્યમાં સતત કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ભાજપ અને કોગ્રેસના ધારાસભ્યો પણ કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે. રાજ્યમાં વધુ ત્રણ ધારાસભ્યો કોરોનાથી સંક્રમિત થયા હતા જેમાં ભાજપના એક અને કોગ્રેસના બે ધારાસભ્યો કોરોનાથી સંક્રમિત થયા છે. મળતી જાણકારી અનુસાર વડોદરાના ડભોઈના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા રાજુલા બેઠકના કૉંગ્રેસના ધારાસભ્ય અમરિશ ડેર અને સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દૂધાતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. શૈલેષ મહેતાની સાથે સાથે તેમના પુત્ર પણ કોરોના સંક્રમિત થયા હતા. ધારાસભ્ય પ્રતાપ દૂધાત ગોવા ખાતે ફંકશનમાં ગયા હતાં જ્યાંથી સુરત પરત ફર્યા હતાં. ત્યારબાદ કોરોનાના લક્ષણો જણાતા કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. પ્રતાપ દૂધાતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સુરત ખાતે હોમ આઈસોલેટ થયા હતા. જ્યારે શૈલેષ મહેતા અને અમરિશ ડેર પણ હોમ આઈસોલેટ થયા હતા. ત્રણેય ધારાસભ્યોએ સંપર્કમાં આવનાર તમામ લોકોને ટેસ્ટ કરાવવા અપીલ કરી છે. નોંધનીય છે કે અગાઉ રાજ્ય સરકારના મંત્રી જીતુ ચૌધરી, નવસારીના ધારાસભ્ય પિયુષ ચૌધરી, ઝંખના પટેલ પણ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.


ધારાસભ્ય શૈલેષ મહેતાની સાથે સાથે તેમના પુત્ર ધ્રુમિલ મહેતા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. હાલમાં બંને પિતા પુત્રને હોમ આઇસોલેશનમાં રખાયા છે. બંનેએ છેલ્લા અઠવાડિયામાં ઘણા રાજકીય કાર્યક્રમોમાં હાજરી આપી હતી તેથી પોતાના સંપર્કમાં આવેલા તમામને કોરોનાનો ટેસ્ટ કરાવી લેવા તેમણે વિનંતી કરી છે.


આ અગાઉ ગુજરાત પ્રદેશ યુવા ભાજપ મોરચાના ભૂતપૂર્વ પ્રમુખ ડો. ઋત્વિજ પટેલને કોરોના થઈ ગયો છે. ડો. ઋત્વિજ પટેલે પોતે સોશિયલ મીડિયા મારફતે આ માહિતી આપી છે. ડો. ઋત્વિજ પટેલે લખ્યું છે કે, મને અસ્વસ્થતાના લક્ષણો જાણવા મળતાં મેં મારો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો.  આજે મારો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.પાછલા થોડા દિવસોમાં જે કોઈ સાથી મિત્ર મારા સંપર્કમાં આવ્યા હોઈ, તેમને વિનમ્ર અનુરોધ કરું છે કે સ્વાસ્થ્ય કાળજી દાખવી સ્વયંને કોરેન્ટાઈન કરી કોવિડ-19ની યોગ્ય તપાસ કરાવો.


Best Mileage Bikes: આ છે શાનદાર માઇલેજ આપતી સસ્તી Bikes, ઓછા ખર્ચમાં ચાલશે વધારે કિલોમીટર


 


 


UP Elections 2022: યુપી BJPનું ચૂંટણી પોસ્ટર જાહેર, પાર્ટી Modi-Yogiના ચેહરા પર લડશે ચૂંટણી, જાણો શું સ્લોગન આપ્યું


 


GAIL Jobs: સરકારી નોકરી મેળવવાનો મોકો, ચીફ મેનેજર અને સીનિયર ઓફિસરની ભરતી કરી રહી છે ગેલ ઇન્ડિયા


 


 


સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે એ કેવડિયાનું નામ બદલીને શું કરાયું ? જાણો મહત્વના સમાચાર