Accident:ખેરાલુના પાસે ગમખ્વાર અકસ્માત, મીની ટ્રકે બાઇક અડફેટે લેતા એક પરિવારના ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત

ખેરાલુ નજીક બાઇક અને મીની ટ્રકનો અકસ્માત થતાં પરિવારનો માળો વિખાય ગયો છે. આ દુર્ઘટનામાં માતા-પિતા અને પુત્રના મોત નિપજ્યા છે.

Continues below advertisement

Accident:ખેરાલુના દાસત પાસે બાઇક અને મીની ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં પિતા-પુત્રના કમકમાટીભર્યા મોત થયા છે. એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી અરેરાટી છવાઇ ગઇ છે. બાઇક પર  મંદિરથી પરત ફરતા હતા ત્યારે મીની ટ્રકે ટક્કર મારતા માતા –પિતા અને પુત્ર ત્રણેય કરૂણ મોત થયા છે. ત્રણેયની એક સાથે મોતથી પરિવારનો માળો વિખાય ગયો. ગામમાં પણ શોકનો માહોલ છવાઇ ગયો છે. 

Continues below advertisement

તો બીજી તરફ રાજયમાં નાની ઉંમરે થતાં હાર્ટ અટેકથી મોતે ચિંતા વધારી છે. રોજ બેથી ત્રણ કેસ સરેરાશ હાર્ટ અટેકના બની રહ્યાં છે, કોરોના બાદ હાર્ટ અટેકના વધતાં કેસના કારણે અનેક સવાલો ઉપસ્થિત થઇ રહ્યાં છે. સુરતમાં પણ વધુ એક આશાસ્પદ યુવકે હાર્ટ અટેકના કારણે જિંદગી ગુમાવી છે.

સુરતના ઇચ્છાપોર કવાસ વિસ્તારમાં 25 વર્ષીય યુવકનું  હાર્ટ અટેકથી મોત થયું છે. રાજકુમાર શાહને અચાનક અસ્વસ્થતા અનુભવાતા તે નીચે બેસી ગયો હતો અને બાદ તેમને હાર્ટ અટેક આવતા તે ઢળી પડ્યો હતો. રાજકુમાર શાહુ જમ્યાં બાદ હજીરાની એક કંપનીમાં કોલસો ભરવા ગયો હતો આ દરમિયાન જ તેમની તબિયત ખરાબ થઇ હતી અને તે ત્યાં જ ટ્રક સામે બેસી ગયો હતો. આ ઘટનાના પગલે તેમને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતી.  જો કે અહીં તેને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો પ્રાથમિક રીતે તપાસમાં હાર્ટ અટેકથી મોતનું કારણ સામે આવ્યું છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં લઇ જવાયો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.                                     

છેલ્લા થોડા સમયમાં હાર્ટ એટેકથી થયેલા મોત

તારીખઃ 15 ઓક્ટોબર 2023

સ્થળઃ ઈચ્છાપોર, સુરત

માતાજીની મૂર્તિ લઈને પરત

ફરતા સમયે હાર્ટ એટેકથી મોત

તારીખઃ 14 ઓક્ટોબર 2023

સ્થળઃ પાદરા

યુવક ઓચિંતા ઢળી પડ્યો

તારીખઃ 14 ઓક્ટોબર 2023

સ્થળઃ ગોધરા

શહેરાની કોલેજમાં કલાર્ક તરીકે ફરજ

બજાવતા યુવકનું હૃદયરોગના હુમલાથી મોત

તારીખઃ 13 ઓક્ટોબર 2023

સ્થળઃ ભુજ સ્વામિનારાયણ મંદિર

મોડાસા માર્કેટયાર્ડના સેક્રેટરી ઘનશ્યામભાઈ

ભટ્ટનું મંદિરમાં દર્શન વખતે ઢળી પડ્યા

તારીખઃ 13 ઓક્ટોબર 2023

સ્થળઃ વડોદરા

કારેલીબાગના 26 વર્ષીય યુવકનું

હાર્ટ એટેકથી નિધન

તારીખઃ 12 ઓક્ટોબર 2023

સ્થળઃ ઓલપાડ

42 વર્ષીય રત્નકલાકાર વિપુલભાઈ હિંચકા પર

બેઠા હતા અને હૃદયરોગનો હુમલો આવ્યો

તારીખઃ 12 ઓક્ટોબર 2023

સ્થળઃ સુરત

સુરતના વેસુમાં કલર કામ કરતા યુવકને

છાતીમાં દુઃખાવો ઉપડ્યો અને હાર્ટ એટેક આવ્યો

તારીખઃ 10 ઓક્ટોબર 2023

સ્થળઃ જામનગર

ધો. 9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું યોગા

દરમિયાન હાર્ટ એટેક આવતા મોત

તારીખઃ 5 ઓક્ટોબર 2023

સ્થળઃ સુરત

પ્રિ-નવરાત્રિ નિમિતે ગરબા રમતા 26 વર્ષીય

યુવકનું હાર્ટ એટેકથી થયું નિધન

તારીખઃ 25 સપ્ટેમ્બર 2023

સ્થળઃ જામનગર

ગરબાની પ્રેકટિસ દરમિયાન 19 વર્ષીય યુવકને

હાર્ટ એટેક આવતા સારવાર પહેલા થયું મોત

 

Continues below advertisement
Sponsored Links by Taboola