તાપીઃ તાપીના વ્યારામાં દક્ષિણાપથ હોસ્ટેલમાં ત્રણ વિદ્યાર્થીઓને વીજ કરંટ લાગતા એકનું મોત થયુ હતું. જ્યારે અન્ય બે વિદ્યાર્થીની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી. મળતી જાણકારી અનુસાર, વિદ્યાર્થીઓને વૃક્ષ પર ચઢી રહી હતી તે દરમિયાન લોખંડનો સળિયો વીજ તારને અડી જતાં કરંટ લાગ્યો હતો.
પ્રાથમિક વિગતો અનુસાર, તાપીના વ્યારામાં દક્ષિણાપથ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી ત્રણ વિદ્યાર્થીઓને વીજ કરંટ લાગ્યો હતો. જેમાંથી એક વિદ્યાર્થીનીનું ઘટનાસ્થળે મોત થયુ હતુ જ્યારે અન્ય બે વિદ્યાર્થીઓને ગંભીર હાલતમાં વ્યારાની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જે પૈકી એકની હાલતમાં વધુ નાજુક હોવાથી સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.