અમરેલીઃ ધર્મના નામે ધતિંગ ચલાવવાની વધુ એક ઘટનામાં સ્વામિનારાયણ સંપ્રદાયના ત્રણ સાધુઓએ બોટાદની મહિલાને સાત વાર હવસનો સિકાર બનાવતાં પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે.
ગઢડાના જૂના સ્વામિનારાયણ મંદિરના બે સાધુ અને દામનગર પાસે આવેલા મંદિરના એક સાધુ એમ ત્રણ સાધુએ મળીને છેલ્લા દોઢ વર્ષ દરમિયાન બોટાદની મહિલા સાથે કુલ સાત વાર પરાણે શારીરિરક સંબંધો બાંધીને બળાત્કાર ગુજાર્યો હતો. આ ત્રણેય સાધુએ મહિલાને ધમકી આપી હતી કે, બળાત્કારની આ વાત કોઈને જણાવીશ તો ચોરીના ગુનામાં ફસાવી દઈશું. હવસખોરોના અત્યાચારથી થાકેલી મહિલાએ અંતે દામનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તમામ આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે આપેલી માહિતી પ્રમાણે દામનગર પાસે આવેલા નારાયણનગર ગામમાં રઘુરામ ભગત નામનો સાધુ સંત દેવીદાસ આશ્રમ ચલાવે છે. બોટાદની એક મહિલાને તેણે આશ્રમમાં મજૂરી કામ માટે બોલવી હતી. ગઢડામાં જૂના સ્વામિનારાયણ મંદિરમા રહેતા જગદીશ ભગત અને ભાવેશ ભગત નામા બે સાધુ રઘુરામને મળવા આશ્રમમાં આવતા હતા.
દોઢ વર્ષ પહેલાં ગઢડાથી બંને સાધુ કાર લઇ આશ્રમમાં આવ્યા હતા અને આ મહિલા સાથે પરાણે શારીરિક સંબંધો બાંધ્યા હતા. બંને હવસ સંતોષની જતા રહ્યા પછી રઘુરામ ભગતે પણ બળાત્કાર ગુજાર્યો હતો. આ મહિલાને ધમકી આપી હતી કે, કોઇને વાત કરશે તો મંદિરમા ચોરી કરવાના ગુનામાં ફસાવી દઈશું . આ રીતે ધમકી આપી તેમણે વારંવાર પોતાની હવસ સંતોષી હતી. આખરે કંટાળેલી મહિલાએ દામનગર પોેલીસ મથકે ત્રણેય સાધુ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયે જણાવ્યું હતું કે, આ કેસમાં નારાયણનગરના રઘુરામ ભગત, ગઢડાના જૂના સ્વામિનારાયણ મંદિરમા રહેતા જગદીશ ભગત અને ભાવેશ ભગતની ધરપકડ કરવામાં આવી છે.
અમરેલીઃ ત્રણ સ્વામિનારાયણ સાધુએ બોટાદની મહિલાને સાત વાર હવસનો શિકાર બનાવી ગુજાર્યો બળાત્કાર, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
22 Jun 2020 09:26 AM (IST)
દોઢ વર્ષ પહેલાં ગઢડાથી બંને સાધુ કાર લઇ આશ્રમમાં આવ્યા હતા અને આ મહિલા સાથે પરાણે શારીરિક સંબંધો બાંધ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -